District

દહેગામ ભાજપના મહિલા કોર્પોરેટર ના પતિને 6 શખ્સોએ ગાળો ભાંડી માર માર્યો 

દહેગામ ભાજપના મહિલા કોર્પોરેટર ના પતિને 6 શખ્સોએ ગાળો ભાંડી માર માર્યો 

- આજે તો બચી ગયા છો હવે પછી આવશો તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી પણ આપવામા આવી
- 6 શખ્સોમાંથી એક કોંગ્રેસ કોર્પોરેટર હોવાનું તેમજ અગાઉ પણ માથાકૂટ થઈ હોવાની ચર્ચા

દહેગામ, બુધવાર 
    લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસે ચૂંટણીલક્ષી કામગીરી કરી રહેલા ભાજપના મહિલા કોર્પોરેટરના પતિને 6 શખ્સો એ ગાળો ભાંડી માર મરાયો હતો. એટલું જ નહીં મહિલા કોર્પોરેટર સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી. ત્યારે આ અંગે ફરિયાદ નોંધાતા 6 શખ્સમાંથી એક કોંગ્રેસનોં કોર્પોરેટર હોવાનું બહાર આવ્યું છે.ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે નિલોફરબાનુ ફિરોઝખાન પઠાણ પરિવાર સાથે રહે છે. તે સાડા ત્રણ વર્ષથી દહેગામ નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર પણ છે. તેઓને તેમના વોર્ડની ચૂંટણીની યાદીની કામગીરી સોપવામાં આવી હતી. જેને લઈ નિલોફરબાનુ બારોટવાસ જવાના ગેટ પાસે પતિ સહિત ત્રણ મહિલાઓ સાથે ટેબલ લગાવી બેઠા હતા. અને મતદારોને યાદીમા ચેક કરી આગળ મોકલતા હતો. જ્યાં સાંજના સમયે બાજુના ટેબલ પર હાજર ઈસતીહાર ઉર્ફે અપ્યુ શેખ મહિલા કોર્પોરેટરના પતિને જોઈ ને ગાળો ભાંડવા લાગ્યો હતો. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

    આ સમયે મહિલા કોર્પોરેટરના પતિ એ તુ કેમ મને ગાળો બોલે છે કહેતા ઈસતીહાર ઉર્ફે અપ્યુએ કાકા હબીબ શેખ, હબીબના મોટા પુત્ર પરવેઝ તેમજ નાના અયાઝ ઉર્ફે અજ્જુ શેખને બોલાવ્યા હતા . જે બાદ આ તમામ લોકોએ મહિલા કોર્પોરેટરના પતિને ફરી ગાળો ભાંડી માર મારવા લાગ્યા હતા. આ સમયે પતિને છોડાવવા વચ્ચે પડેલ મહિલા કોર્પોરેટર સાથે અયાઝે ઝપાઝપી કરતા તે જમીને પર પડી ગયા હતા. જોકે ત્યાં હાજર અન્ય લોકોએ મહિલા કોર્પોરેટરને વધુ મારથી બચાવી લીધા હતા. ત્યારબાદ મહિલા કોર્પોરેટરના પતિને આજે તો બચી ગયા છો જો ફરીથી સામે આવશો તો બંને ને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી ચારેય શખ્સો ત્યાથી નાસી ગયા હતા. થોડા  સમય બાદ હબીબનોં નાનો ભાઈ મેહબૂબ શેખ તેનાં પુત્ર નદીમ સાથે હાથમાં તલવાર અને પાઈપ લઈને આવીને મહિલા કોર્પોરેટર ના પતિને ગાળો આપી હતી. પરંતુ પોલીસ હાજર હોવાથી આ બંને ત્યાથી જતા રહ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે મહિલા કોર્પોરેટર નિલોફરબાનુએ દહેગામ પોલીસ મથકે ઈસતીહાર ઉર્ફે અપ્યુ શેખ, હબીબ શેખ , પરવેઝ શેખ, અયાઝ ઉર્ફે અજ્જુ શેખ ,મહેબૂબ શેખ અને નદીમ શેખ સામે ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે આ લોકો વચ્ચે અગાઉ પણ માથાકૂટ થઈ છે તેમજ હબીબ શેખ કોંગ્રેસના કોર્પોરેટર હોવાનું પણ જાણવા મળ્યું હતું. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દહેગામ ભાજપના મહિલા કોર્પોરેટર ના પતિને 6 શખ્સોએ ગાળો ભાંડી માર માર્યો