Sports

દિલ્હીએ લખનઉને 19 રનથી હરાવીને પ્લેઓફમાં જવાની આશા જીવંત રાખી

દિલ્હીએ લખનઉને 19 રનથી હરાવીને પ્લેઓફમાં જવાની આશા જીવંત રાખી

- પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 208 રન બનાવ્યા હતા

- લખનઉ સુપરજાયન્ટ્સ માત્ર 189 રન બનાવી શકી હતી

નવી દિલ્હી, બુધવાર 

  દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપરજાયન્ટ્સને 19 રને હરાવ્યું. અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં જીત મેળવીને દિલ્હીએ પ્લેઓફની રેસની સફર હાલ ચાલું જ છે. IPL 2024ની 64મી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપરજાયન્ટ્સને 19 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 208 રન બનાવ્યા હતા જેના જવાબમાં લખનઉ સુપરજાયન્ટ્સ માત્ર 189 રન બનાવી શકી હતી. આ જીત સાથે દિલ્હીએ ટૂર્નામેન્ટમાં પોતાની જાતને જાળવી રાખી છે, તો બીજી તરફ લખનઉની ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશાઓ હવે બરબાદ થતી જોવા મળી રહી છે. ટ્રિસ્ટન સ્ટબ્સ અને અભિષેક પોરેલ દિલ્હીની જીતના હીરો હતા. સ્ટબ્સે 25 બોલમાં અણનમ 57 રન, અભિષેક પોરેલે 58 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય ઈશાંત શર્માએ બોલિંગમાં 3 વિકેટ ઝડપી હતી.

 લખનઉ સુપરજાયન્ટ્સના ટોચના બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. ડી કોક 12 રન બનાવીને આઉટ થયો હતો, કેએલ રાહુલ 5 રન બનાવીને આઉટ થયો હતો. માર્કસ સ્ટોઇનિસે પણ 5 રન બનાવ્યા હતા અને દીપક હુડા ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. આ પછી નિકોલસ પુરને 27 બોલમાં 61 રન બનાવ્યા અને અરશદ ખાને 33 બોલમાં 58 રન ફટકારીને લખનૌને જીત તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો પરંતુ તે થઈ શક્યું નહીં.લખનઉના બોલરો પણ ઘણા મોંઘા સાબિત થયા. અરશદ ખાને 3 ઓવરમાં 45 રન આપ્યા હતા. નવીન ઉલ હકે 4 ઓવરમાં 51 રન આપ્યા હતા. રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 26 રન આપીને ટીમનો જીવ બચાવ્યો હતો, પરંતુ તેમ છતાં દિલ્હીની ટીમ 208 રનના મોટા સ્કોર સુધી પહોંચી ગઈ હતી, જે આખરે લખનઉ માટે મોટું લક્ષ્ય સાબિત થયું હતું.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દિલ્હીએ લખનઉને 19 રનથી હરાવીને પ્લેઓફમાં જવાની આશા જીવંત રાખી