- ભચાઉમાં રાત્રે 8.54 મીનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો
- ભૂકંપનુ કેન્દ્રબિંદુ ભચાઉથી 21 કીમી નોર્થ ઈસ્ટમાં નોંધાયું
કચ્છ, સોમવાર
કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ પહેલા પણ સતત બે વાર ધરતીકંપ આવ્યો હતો. આ તરફ હવે ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે. મહત્વનું છે કે, ભચાઉમાં રાત્રે 8.54 મીનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ તરફ રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતા નોંધાઈ તો ભૂકંપનુ કેન્દ્રબિંદુ ભચાઉથી 21 કીમી નોર્થ ઈસ્ટમાં નોંધાયું છે. વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટલાઈન પર નાના મોટા આફટરશોક નોંધાઈ રહ્યા છે. ત્યારે નાના નાના આંચકાઓનો સિલસિલો આજ સુધી યથાવત રહ્યો છે.ગઈકાલે રાત્રીના સમયે 8:54 કલાકે 3.4ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ભચાઉ, દુધઈ અને રાપર વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો આંચકો ભચાઉથી 21 કિલોમીટર દૂર નોર્થ - નોર્થ ઈસ્ટમાં નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે કચ્છના વાગડ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ ફોલ્ટલાઈન પર નોંધાતા હોય છે અને જે છેલ્લાં થોડાક સમયથી સક્રિય થઈ છે.
કચ્છમાં આ અગાઉ 21 અને 22 નવેમ્બરે ભૂકંપનો આંચકો અનુભવાયો હતું. વાત જાણે એમ છે કે, 21 નવેમ્બરે ભૂકંપનો આંચકો અનુભવ્યાં બાદ ફરી એકવાર 22 નવેમ્બરે સવારે કચ્છની ધરા ધ્રુજી ઉઠી હતી. વિગતો મુજબ સવારે કચ્છના ધોળાવીરા નજીક ધરતીકંપ આવ્યો હતો. આ અગાઉ 21 નવેમ્બરે પણ 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિલોમીટર દૂર નોંધાયું હતું. કચ્છના ધોળાવીરા નજીક 22 નવેમ્બરે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વિગતો મુજબ સવારે 6:55 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.0ની નોંધાઈ છે. આ સાથે ધોળાવીરાથી 16 કિલોમીટર દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયું છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો