District

ગાંધીનગરની મોટી શિહોલીમાં નવા વર્ષે પરિવાર પર જીવલેણ હુમલો, ચિલોડા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગરની મોટી શિહોલીમાં નવા વર્ષે પરિવાર પર જીવલેણ હુમલો, ચિલોડા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

- મોટી શિહોલીમાં નવા વર્ષે અંગત અદાવતમાં હુમલો

- ત્રણેક ઈસમોએ લાકડી તથા લોખંડની પાઇપો વડે માર માર્યો

ગાંધીનગર, સોમવાર

  અમદાવાદમાં રહેતા અને મૂળ મોટી શીહોલી ગાંધીનગરના વતની નયનાબેનના પરિવાર પર જીવલેણ હુમલો થયો છે. નવા વર્ષ નિમિત્તે અમદાવાદથી પોતાના ગામ ગયેલા નયેનબેન અને તેમના પરિવાર પર ગામના લોકોએ અંગત અદાવત રાખીને હુમલો કર્યો હતો, જે અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો

  બનાવની વિગતે વાત કરીએ તો આ કામના આરોપીઓએ તા.૦૨.૧૧.૨૦૨૪ ના રાત્રિના 11 વાગ્યાના સમયે પોતાના હાથમાં લોખંડની પાઇપ તથા લાકડીઓ લઈ આવી અશ્વિનભાઈને લોખંડની પાઇપ તથા લાકડીઓ વડે મારમારી નયનાબેનના પતિને જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી. આપને જણાવીએ કે નયનાબેન  અશ્વિનભાઈ લાલજીભાઈ રાઠોડ મૂળ અમદાવાદ શહેરમાં રહે છે, જેમનું ગામ મોટી શિહોલી, વણકરવાસ થાય છે.

  જેઓ તારીખ ૦૨/૧૧/૨૦૨૪ના રોજ સાંજના આશરે ૦૫/૩૦ વાગ્યાના સમયે પતિ અશ્વિનભાઈ સાથે મૂળ ગામ મોટી શિહોલી ખાતે બેસતું વર્ષ હોય સાસુ સસરાને મળવા ગયેલા હતા. ત્યારે રાત્રીના આશરે 11ના સમયે અશ્વિનભાઈ તથા ત્રણ દીકરાઓ સાથે પરિવારના માણસો સાથે ઘરે બેસેલ હતા, તે વખતે  પતિ અશ્વિનભાઈ ઘરની સામે રોડની બાજુ તળાવ કિનારે બાથરૂમ જવા ગયેલા હતા અને મારો દીકરો આર્યન રોડ ઉપર ટેટા ફોડતો હતો. તે વખતે રાત્રિના અંધારામાં અશ્વિનભાઈને ત્રણેક ઈસમો લાકડી તથા લોખંડની પાઇપો વડે માર મારવા લાગેલ હતા. જે દીકરો જોઈ જતા દીકરાએ બુમાં બુમ કરી બોલાવતા નયનાબેન તથા પરિવારના માણસો દોડીને અશ્વિનભાઈ પાસે ગયેલા અને ત્રણેય ઈસમો પાસેથી વધુ માર માંથી છોડાયેલ હતા. માર મારનાર ઇસમો પાડોશી ભરત નગીનભાઈ વાઘેલા પોતાના હાથમાં લોખંડની પાઇપ લઈ ઉભો હતો અને તેના ભાઈઓ મનીષ નગીનભાઈ વાઘેલા તથા કિરણ નગીનભાઈ વાઘેલા  પોતાના હાથમાં લાકડીઓ લઈ ઉભા હતા અને આ ત્રણેય જણા વધુ માર મારવા જતાં બધા વચ્ચે પડેલ હતા. જેથી આ ત્રણેય જણા પોતાના હથિયારો લઈ ત્યારથી જતા રહેલ હતા અને જતા જતા તેમને કહેવા લાગેલ કે ‘આજે તો આટલું કર્યું છે અને ફરીથી અહીંયા આવ્યા છો તો આનાથી વધારે થશે અને તમને જાનથી મારી નાખીશું અને તમને છોડીશું નહીં’ એમ કહી બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જતા રહેલ હતા. 

  આ ભરત વાઘેલાના માતા હંસાબેન તથા તેની પત્ની જ્યોતિબેન કે જે નયનાબેનના જેઠાણી રવિન્દ્રભાઈની દીકરી થાય છે અને આજથી છ વર્ષ પહેલાં આ ભરત વાઘેલા નાઓ સાથે પોતાની મરજીથી કોર્ટ મેરેજ કરેલા હતા. તે બંને જણા આવી ગયેલા અને આ જ્યોતિબેન નાઓએ નયનાબેનના સાસુ રતનબેન ને વાળથી પકડી રાખેલ અને હંસાબેન નાઓએ નયનાબેનના સાસુને ગડ દાપાટુનો માર મારવા લાગેલ હતા અને બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગેલ હતા. જેથી નયનાબેનના પરિવારના માણસોએ વચ્ચે પડી આ બંને પાસેથી મારા સાસુને છોડાવેલ હતા. જેથી આ બંને જણા ગાળો બોલવા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જતા રહેલ હતા. હાલમાં નયનાબેનના પતિ અશ્વિનભાઈની સારવાર ચાલુ છે. જેથી નયનાબેનના પતિ અશ્વિનભાઈ તથા પરિવારના માણસો સાથે મારા મારી કરનાર ઉપરોક્ત તમામ ઇસમો વિરુદ્ધ કાયદેસર કરવા નયનાબેને ફરિયાદ નોંધાવેલ છે. જે અંગે ચિલોડા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 

અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

ગાંધીનગરની મોટી શિહોલીમાં નવા વર્ષે પરિવાર પર જીવલેણ હુમલો, ચિલોડા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી