District

રખડતી ગાયનો ત્રાસ યથાવત : દહેગામના શિક્ષક પર રખડતી ગાયે હુમલો કરતાં લોકોમાં ભય ફેલાયો 

- વારંવાર પશુઓ દ્વારા કરવામાં આવતાં હુમલાને લઇને સ્થાનિકોમાં પણ દહેશત
- રસ્તા પર રખડતી ગાયની સમસ્યા નિવારવામાં તંત્ર નિષ્ફળ

દહેગામ, શનિવાર 

  દહેગામ શહેરમાં રખડતી ગાયની સમસ્યા અગાઉ કરતાં વધુ વકરી છે. રખડતી ગાયના ભોગની રોજિંદી ઘટનાઓ સર્જાય છે. તેવામાં વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં રખડતી ગાયે રાહદારી પર હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગાયને રસ્તા કે શાકમાર્કેટમાં રખડતી મૂકી દેનારા પશુપાલકો આ માટે તંત્ર પર દોષનો ટોપલો ઢોળે છે. ત્યારે ગાયોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અને પશુઓને રખડતા મૂકતાં પશુપાલકો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.દહેગામના શિક્ષક પર રખડતી ગાયનો હુમલો

  ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં બારોટવાડા નજીક એક બેકાબુ બનેલી ગાયે રાહદારીને ધક્કે ચડાવ્યા હતા. શહેરની પૂર્ણિમા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ શાહ પર રખડતી ગાયે હુમલો કર્યો હતો. ગાય એટલી બેકાબૂ બની હતી કે કોઈના પણ કંટ્રોલમાં આવતી ન હતી મહાપરાણે રાહદારીને છોડાવ્યા હતા. રાહદારીને ગંભીર ઇજાઓ પહોંચતા ઈમરજન્સી 108 દ્વારા દહેગામના સરકારી દવાખાને લઈ જવાયા જ્યાંથી પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં રાકેશભાઈ શાહને બંને પાંસળીઓમાં ફેક્ચર હોવાનું નિદાન થયું હતું. વારંવાર પશુઓ દ્વારા કરવામાં આવતાં હુમલાને લઇને સ્થાનિકોમાં પણ દહેશત જોવા મળી છે. દહેગામના શિક્ષક પર રખડતી ગાયનો હુમલો

ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

રખડતી ગાયનો ત્રાસ યથાવત : દહેગામના શિક્ષક પર રખડતી ગાયે હુમલો કરતાં લોકોમાં ભય ફેલાયો