District

વાડજ ચીભડા ગળે : ગાંધીનગર નર્મદા જળસંપત્તિના પૂર્વ સ્ટેનોગ્રાફરેે દંપતીને ૧૯ લાખનો ચૂનો ચોપડ્યો

વાડજ ચીભડા ગળે : ગાંધીનગર નર્મદા જળસંપત્તિના પૂર્વ સ્ટેનોગ્રાફરેે દંપતીને ૧૯ લાખનો ચૂનો ચોપડ્યો

- વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં નોકરી કરતા દંપતીને બદલી-બઢતી કરાવી આપવાના નામે છેતર્યા
- પારિવારિક સંબંધો કેળવીને દંપતીને વિશ્વાસમાં લીધું અને પછી ટૂકડે ટૂકડે રૂપિયા પડાવી લીધા

ગાંધીનગર, બુધવાર

  વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં નોકરી કરતા દંપતીને બદલી-બઢતી કરી આપવાનું કહીને ગાંધીનગર નર્મદા જળસંપત્તિ વિભાગના પૂર્વ સ્ટેનોગ્રાફરે રૂપિયા ૧૯ લાખનો ચૂનો ચોપડ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પારિવારિક સંબંધો કેળવીને દંપતીને વિશ્વાસમાં લીધું હતું અને પછી ટૂકડે ટૂકડે રૂપિયા લઈને પછી હાથ ઊંચા કરી દીધા હતા. આ મામલે છેતરાયેલા દંપતીએ પૂર્વ સ્ટેનોગ્રાફર સામે સેક્ટર-૭માં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

  ખેડાના વણાકબોરી જીએસઈસીએલ કોલોની ખાતે રહેતા તૃપ્તિબેન સુથારના પતિ જીજ્ઞેશભાઈ વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં ટેકનિકલ વિભાગમાં નોકરી કરે છે. ૭ વર્ષ પહેલાં પતિના પરિચિત અને ગાંધીનગર નર્મદા જળસંપત્તિ વિભાગમાં સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવતા અજય પંડ્યા સાથે તૃપ્તિબેનની ઓળખાણ થઈ હતી. જેથી અજય પંડ્યાએ કહ્યું હતું કે, તમારા પતિની બઢતી અને બદલી નર્મદા જળ સંપત્તિ પાણી અને કલ્પસર વિભાગમાં કરી આપીશ. જે તે વિભાગના સાહેબો સાથે સારા સંબંધ હોવાની વાત પણ કરી હતી. જેથી તૃપ્તિબેન વિશ્વાસમાં આવી ગયા હતા અને બાળકોનું ભવિષ્ય સારુ થાય તે માટે પતિને કહ્યા વિના પૈસા આપવાની તૈયારી બતાવી હતી. જે તે સમયે તૃપ્તિબેને ઓનલાઈન રૂપિયા અજય પંડ્યાને ટ્રાન્સફર કર્યા હતા અને જેની જાણ પતિને થતાં ઠપકો પણ આપ્યો હતો. જાે કે, બાદમાં અજય પંડ્યાએ તૃપ્તિબેનના પતિને પણ વિશ્વાસમાં લઈ લીધા હતા અને બઢતી અને બદલીની ખાતરી આપી હતી. 

 અજય પંડ્યાએ પછી પૈસા ખંખેરવાનો ખેલ શરૂ કર્યો હતો અને વહીવટી ખર્ચ તેમજ ફાઈલ આગળ લઈ જવાનું કહીને પૈસા માગતો હતો. પાંચ વર્ષમાં ૧૦ લાખ જેટલી રકમ અજય પંડ્યાને ચૂકવવામાં આવી હતી. માત્ર એટલું જ નહી પણ ૨૦૨૧માં પથિકાશ્રમ ખાતે ત્રણ લાખ રોકડા લાવવાનું કહ્યું હતું અને દંપતીએ સંબંધીઓ અને મિત્રો પાસેથી પૈસા ઉછીના લીધા હતા અને ત્રણ લાખ લઈને ઓર્ડર આપી દઈશ તેવું કહ્યું હતું. બાદમાં બદલીનો હૂકમ પણ બતાવ્યો હતો અને દંપતીનો વિશ્વાસ કેળવ્યો હતો અને અંતિમ તબક્કાનું કામ પૂરું કરવા માટે  છ લાખ પથિકાશ્રમ ખાતે બોલાવીને લીધા હતા. આ ઓર્ડર દંપતીને નકલી લાગતાં અજય પંડ્યાનો સંપર્ક કર્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે, ટેકનિકલ કારણસર કામ અટક્યું છે. જાે કે, બાદમાં દંપતીએ રૂપિયા પરત માગ્યા તો વાયદા પર વાયદા કર્યા હતા. બાદમાં અજય પંડ્યાએ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું અને નંબર બ્લેક લિસ્ટમાં મૂકી દીધા હતા. આ મામલે તૃપ્તિબેને અજય પંડ્યા (રહે.કાશ્મીરવેલી, પેથાપુર) સામે ૧૯ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

વાડજ ચીભડા ગળે : ગાંધીનગર નર્મદા જળસંપત્તિના પૂર્વ સ્ટેનોગ્રાફરેે દંપતીને ૧૯ લાખનો ચૂનો ચોપડ્યો