District

ગાંધીનગરમાં 5 કરોડના ખર્ચે બનશે વોટર ફોલ રેસ્ટોરન્ટ વિથ વોટરપાર્ક, જંગલમાં ફરતા હોવાનો થશે અહેસાસ
 

ગાંધીનગરમાં 5 કરોડના ખર્ચે બનશે વોટર ફોલ રેસ્ટોરન્ટ વિથ વોટરપાર્ક, જંગલમાં ફરતા હોવાનો થશે અહેસાસ
 

- ગિફ્ટ સિટી, આઈકોનીક રોડ તેમજ મેટ્રો રેલની સાથો સાથ એક નવું નજરાણું મળશે

- અંદાજીત 5 કરોડના ખર્ચે તદ્દન નવા કોન્સેપ્ટ સાથે વોટર ફોલ રેસ્ટોરન્ટ વિથ વોટરપાર્કનું નિર્માણ

ગાંધીનગર, શુક્રવાર

  ગાંધીનગર ગિફ્ટ સિટી, આઈકોનીક રોડ તેમજ મેટ્રો રેલની સાથો સાથ એક નવું નજરાણું પણ આગામી દિવસોમાં ઉમેરાવા જઈ રહ્યું છે. પાટનગરનાં પીડીપીયુ ગિફ્ટ સિટી આઈકોનીક રોડ પર અંદાજીત 5 કરોડના ખર્ચે તદ્દન નવા કોન્સેપ્ટ સાથે વોટર ફોલ રેસ્ટોરન્ટ વિથ વોટરપાર્કનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.  અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરને ગિફ્ટ સિટી, 32 કરોડનો આઈકોનીક રોડ તેમજ મેટ્રો રેલ સહિતની અનેક ભેટ આપવામાં આવતા પાટનગર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ગાંધીનગરને વોટર ફોલ રેસ્ટોરન્ટ વિથ વોટર પાર્કની ભેટ મળવા જઈ રહી છે. અત્યાર સુધીમાં એકાદ દિવસની પીકનીક માટે નગરજનોને 50 - 70 કિ.મી દૂર શહેરની બહાર જવું પડતું હતું. ત્યારે ગાંધીનગરના 32 કરોડના આઈકોનીક રોડ પર ચાર વીઘામાં અંદાજીત 5 કરોડના ખર્ચે ધ હિલ વોટર ફોલ રેસ્ટોરન્ટ વિથ વોટરપાર્કનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે પૂર્ણતાના આરે છે. હવે પાટનગરમાં જ તદ્દન નવા કોન્સેપ્ટ સાથે વોટર પાર્કની સાથે સાથે પહાડો જંગલમાં ફરવા ઉપરાંત ખળખળાટ વહેતા ઝરણાનો પણ નગરજનો આનંદ માણી શકશે.આ સમગ્ર પ્રોજેક્ટ અંગે બ્લ્યૂ વેવ એડવેન્ચર કંપનીના ડાયરેક્ટર ચારુલબેન મૂકેશભાઈ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમે છેલ્લા ચારેક વર્ષથી રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે. ગાંધીનગર સ્માર્ટ સીટીની હરણફાળ ભરી રહ્યું છે. અહીં ટ્રાન્સપોર્ટેશન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મેટ્રોની પણ ભેટ આપવામાં આવી છે.

  ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર, ઇન્દ્રોડા પાર્ક, સેકટર - 28 બગીચો સહીતના સ્થળો છે. સામાન્ય રીતે નગરજનોની એક દિવસની સહેલગાહે જવા પચાસ સિત્તેર કિલોમીટર દૂર જવું પડતું હતું. એટલે વિચાર આવ્યો કે ગાંધીનગરમાં જ પહાડો જંગલો ઝરણાનાં અનુભવ સાથેની ધ વોટર ફોલ રેસ્ટોરન્ટ વિથ વોટરપાર્ક બનાવવા આવે તો ગાંધીનગરની વધુ એક આગવી ઓળખ ઉભી થશે.આ વિચારને સાર્થક કરવા છેલ્લા એકાદ વર્ષથી કામ ચાલી રહ્યું છે. પીડીપીયુ - ગિફ્ટ સિટીનાં આઈકોનીક રોડ પર અંદાજીત પાંચ કરોડના ખર્ચે ચાર વીઘામાં સમગ્ર પ્રોજેક્ટનું નિર્માણ કરાઈ રહ્યું છે. ધ હિલ વોટર ફોલ નામે ગો ગ્રીન - પહાડની થીમ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. અહીં પહાડોની અટપટી ગુફાઓ સાથે ગાઢ જંગલનો નેચરલ લુક ઊભો કરવામાં આવી રહ્યો છે.

  આ સિવાય અહીં રેસ્ટોરન્ટ અને બેંકવેટ હોલની સુવિધા સાથે વોટર પાર્ક પણ ઉભો કરવામાં આવી રહ્યો છે. એકસાથે 700 થી 1000 મુલાકાતીઓની કેપેસિટી વાળા વોટર પાર્કમાં વિવિધ રાઈડસની સાથે વેવ પુલ, સ્વિમિંગ પુલ, ચેન્જ રૂમ, રેઇન ડાન્સ માટેનું પણ અલગથી પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આ આખો પ્રોજેક્ટ ડિસેમ્બરનાં અંત સુધીમાં સંપૂર્ણ તૈયાર કરવાની દિશામાં યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.વધુમાં તેમણે ઉમેર્યું કે, અહીં પહાડો માંથી ઝરણા ધોધરૂપે વહેતા જોવા મળશે. વોટર પાર્કની રાઈડસ પહાડો વચ્ચે થઈને પસાર થશે. સુરક્ષાને ધ્યાને લઈને બાઉન્સર ઉપરાંત તરવૈયાઓની સાથે દોઢસો જેટલો સ્ટાફ અહીં ફરજ બજાવશે. વોટર પાર્કની એક્ટિવિટી માટે ત્રણ લાખ લીટરનાં સાત અંડર ગ્રાઉન્ડ ટાંકા બનાવામાં આવ્યાં છે. સંબંધિત જેતે સરકારી વિભાગોમાંથી જરૂરી મંજૂરીઓ પણ મેળવી લેવામાં આવ્યો આવી છે.

ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 

અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

ગાંધીનગરમાં 5 કરોડના ખર્ચે બનશે વોટર ફોલ રેસ્ટોરન્ટ વિથ વોટરપાર્ક, જંગલમાં ફરતા હોવાનો થશે અહેસાસ