Gujarat

રાજસ્થાનમાંથી 12 કિલો RDX મળી આવવાના મામલે ગુજરાત ATSની ટીમે આરોપીની મુંબઈથી ધરપકડ કરી

રાજસ્થાનમાંથી 12 કિલો RDX મળી આવવાના મામલે ગુજરાત ATSની ટીમે આરોપીની મુંબઈથી ધરપકડ કરી

- ગુજરાત ATSને  ચોક્કસ માહિતી મળતા આરોપીની મહારાષ્ટ્રના પડઘા ખાતેથી ધરપકડ કરવામાં આવી
- ઝડપાયેલા આરોપીએ રતલામમાંથી બોમ્બ બ્લાસ્ટની તાલીમ લીધી હતી

અમદાવાદ, મંગળવાર 

   રાજસ્થાનના ચિત્તોડગઢમાંથી મળી આવેલ 13 કિલો RDX કેસમાં વધુ એક આરોપીની ગુજરાત ATS એ મુંબઈથી ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી આકીફ નાછન સિવાય અગાઉ પણ કેટલાક આરોપીઓની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી. મહત્વનું છે કે RDX કેસમાં ભારત સરકારે આ ગુનો વધુ તપાસ માટે NIA દિલ્હીને ટ્રાન્સફર કરતા વધુ તપાસ NIA દિલ્હી કરી રહી છે. આકીફ નાછને મઘ્ય પ્રદેશના રતલામમાં બોમ્બ બ્લાસ્ટની તાલીમ પણ લીધી હોવાનું સામે આવ્યું હતું. મહત્વનું છે કે,આરોપીની યોજાના RDX મગાવી રાજસ્થાનમાં બ્લાસ્ટ કરવાની હતી.અગાઉ રાજસ્થાન પોલીસ RDX કેસમાં 5 આરોપીની ધરપકડ કરી ચૂકી છે.

   ગુજરાત ATSની કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ આકિફ નાછન છે. મૂળ મહારાષ્ટ્રના પડઘાનો રહેવાસી આકિફ નાછન પોતાની ઓળખ છુપાવી ઘણા સમયથી ત્યાં જ રહેતો હતો. પરંતુ ગુજરાત ATSની ચોક્કસ માહિતી મળતા આરોપીની મહારાષ્ટ્રના પડઘા ખાતેથી ધરપકડ કરવામાં આવી. પ્રાપ્ત વિગતો અનુસાર આકીફ નાછને RDX બોમ્બ બનાવવાની તાલીમ મેળવવા માટે ગયો હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. આ પહેલા રાજસ્થાન પોલીસે કાર ચેકિંગ દરમિયાન રતલામ નિવાસી ઝૂબેર,અલ્તમસ અને સૈફુલ્લાને વિસ્ફોટક અને બોમ્બ બનાવવાની સામગ્રીની સાથે પકડ્યા હતા.પૂછપરછમાં ખૂલાસો થયો હતો કે,આતંકવાદી જયપુરમાં સિરિયલ બ્લાસ્ટનું આયોજન કરી રહ્યા હતા.તે વખતે પકડાયેલા તમામ આતંકવાદીઓ રતલામના નિવાસી હોવાની જાણકારી મળતા જ તાત્કાલિક કાર્યવાહી કરતા રાજસ્થાન ATS,મધ્યપ્રદેશ ATS અને રતલામ પોલીસે માસ્ટરમાઈન્ડ સરગના ઈમરાન સહિત 5 લોકોની ધરપકડ કરી હતી.તો ATSની ટીમે ઈમરાનના ઘર અને ફાર્મ હાઉસ પરથી શંકાસ્પદ વસ્તુઓ પણ કબજે કરી હતી. 30 માર્ચના રોજ રાજસ્થાન ચિત્તોડગઢમાંથી 13 કિલો જેટલો એક્સપ્લોઝિવ RDX, ઘડિયાળ ,બેટરી સહિતનો બલાસ્ટ કરવાં માટે વપરાતો મુદ્દામાલ નિમ્બાહેરા પોલીસે કબજે કરી ગુનો પણ દાખલ કર્યો હતો. સાથે જ પ્રાથમિક તપાસ કરતા મધ્યપ્રદેશના રતલામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે પૈકી આ કાવતરામાં બે ઈસમો આમીન ફાવડા અને આમીન પટેલ અને ઈમરાન ખાનની સંડોવણી ખુલી હતી બાદમાં આ આરોપીઓની રતલામ ખાતેથી પોલીસે ધરપકડ કરી હતી. જોકે વધુ તપાસ માટે કેન્દ્ર સરકારે આ ગુનો NIA દિલ્હીને સોંપ્યો હતો. આ કેસમાં સંડોવાયેલા આરોપી ઇમરાન ખાન 2015માં  આર્મ્સ એક્ટ અને જેહાદી ષડ્યંત્ર કેસમાં પણ રતલામ ખાતે થી પકડાયેલ છે.   

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

 

રાજસ્થાનમાંથી 12 કિલો RDX મળી આવવાના મામલે ગુજરાત ATSની ટીમે આરોપીની મુંબઈથી ધરપકડ કરી