- ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો
- આ સિરીઝ દરમિયાન પિચને લઈને અનેક સવાલો ઉભા થયા છે
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ ભારતીય ટીમ અને ટીમ મેનેજમેન્ટને ભારે ટ્રોલીંગનો સામનો કરવો પડી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે આગામી ટેસ્ટ શ્રેણી રમવાની છે.ભારતીય ટીમે આ શ્રેણીમાં ઓછામાં ઓછી 4 મેચ જીતવી પડશે. જેથી કરીને તેઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી શકે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી હરભજન સિંહે ન્યૂઝીલેન્ડ સામેની હારને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે આ શ્રેણી દરમિયાન ઉપયોગમાં લેવાતી પિચને લઈને ઘણા સવાલો ઉઠાવ્યા છે.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
ટેસ્ટ શ્રેણીની બીજી અને ત્રીજી મેચ દરમિયાન સ્પિન બોલરોનો સંપૂર્ણ દબદબો જોવા મળ્યો હતો. ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ ભારતીય સ્પિનરો સામે ખૂબ જ સારી બેટિંગ કરી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો આ શ્રેણી દરમિયાન સ્પિન સામે સંપૂર્ણપણે નિષ્ફળ જતા જોવા મળ્યા હતા.જેને લઈને હરભજન સિંહે પૂણે અને મુંબઈની પીચોની ટીકા કરી છે. મુંબઈમાં ટીમ ઈન્ડિયાને જીતવા માટે માત્ર 146 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. પીછો કરતી વખતે ભારતીય ટીમ 121 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ અંગે હરભજન સિંહે કહ્યું છે કે તે બીજા માટે ખાડો ખોદ્યો અને પોતે પડી ગયો.હરભજન સિંહે ANI સાથે વાત કરતા ટીમ ઈન્ડિયા પર આ ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું કે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ટીમ ઈન્ડિયા માટે વધુ મુશ્કેલ બનવાનો છે, પરંતુ એક સારી વાત એ છે કે ત્યાંની પીચો ક્રિકેટ માટે ઘણી સારી હશે. ભારતીય પિચો સ્પિન બોલરો માટે ઘણી સારી હતીતેણે વધુમાં કહ્યું કે જો ટેસ્ટ મેચ માત્ર અઢી કે ત્રણ દિવસમાં ખતમ થઈ જાય તો તે ટેસ્ટ ક્રિકેટ માટે સારી વાત નથી. ટેસ્ટ મેચ પૂરા પાંચ દિવસ રમવી જોઈએ. જેમાં બંને ટીમોને સારૂ રમવાની તક મળી શકે છે. જો આવી પીચ બનાવવામાં આવે તો એક ટીમને તેનો વધુ ફાયદો થાય છે.તેણે એમ પણ કહ્યું કે જો અમે સારી પીચ પર રમ્યા હોત તો ભારતીય બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું હોત.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો