- ક્રિકેટ રમવા ગયેલો 14 વર્ષીય તરુણ મેદાનમાં અચાનક ઢળી પડતા સારવાર અર્થે ખસેડાયા બાદ મોત નીપજ્યું
- બીજામાં બનાવમાં લગ્ન પ્રસંગમાં ગયેલા યુવકનું હૃદયના ધબકારા બંધ થઈ જતા મોતને ભેટ્યો
રાજકોટ, રવિવાર
હાર્ટ એટેકનો કહેર લોકોને ડરાવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી મોતના કિસ્સા એટલી હદે વધી રહ્યા છે કે દરેક વ્યક્તિ ચિંતિત બની જવા પામ્યો છે. ઉંમર લાયક તો ઠીક પણ હવે બાળકો પણ આમાંથી બાકાત રહ્યા નથી. ત્યારે રાજકોટથી હૃદયરોગના હુમલાની વધુ બે ઘટનાઓ સામે આવી છે. અહીં ક્રિકેટ રમવા ગયેલો 14 વર્ષીય તરુણ મેદાનમાં અચાનક ઢળી પડતા સારવાર અર્થે ખસેડાયા બાદ મોત નીપજ્યું હતું. જ્યારે લગ્ન પ્રસંગમાં ગયેલા યુવકનું હૃદયના ધબકારા બંધ થઈ જતા મોતને ભેટ્યો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર