- હાઇકોર્ટે રાજકોટ ગેમ ઝોન આગને લઈને રાજ્ય સરકારની ફરી ઝાટકણી કાઢી
- એક વર્ષથી ગેરકાયદે બાંધકામ તોડી પાડવાના આદેશનું પાલન કેમ ના થયું?
અમદાવાદ, શુક્રવાર
ગુજરાત હાઈકોર્ટે રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગને લઈને રાજ્ય સરકારની ફરી ઝાટકણી કાઢી હતી અને પૂછ્યું હતું કે લગભગ એક વર્ષથી ગેરકાયદે બાંધકામ તોડી પાડવાના આદેશનું પાલન કેમ કરવામાં આવ્યું નથી. આ વર્ષે મે મહિનામાં ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મોત થયા હતા. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેંચ સમક્ષ રજૂ કરવામાં આવેલી એફિડેવિટ બાદ આ ઠપકો આપવામાં આવ્યો છે.વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરોરોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ