District

છત્રાલ ગામે કરિયાણાના પૈસા આપવા બાબતે યુવકને બે શખ્સોએ ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
 

છત્રાલ ગામે કરિયાણાના પૈસા આપવા બાબતે યુવકને બે શખ્સોએ ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
 

- આરોપીઓએ યુવકને ધોકા તેમજ પાઇપ થી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી 
- બંને આરોપીઓ વિરુદ્ધ કલોલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી 

કલોલ, શનિવાર 

  કલોલના છત્રાલ ખાતે યુવક પર પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થતા આરોપીઓએ યુવકને ધોકા તેમજ પાઇપ થી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા કલોલ પોલીસ સ્ટેશન એ ફરિયાદ નોંધાઈ છે. 

  પૃથ્વીરાજ શંકુજી ઝાલાએ કલોલ પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેઓ ધંધે વેપારી છે અને તેઓ રેસીડેન્સી ગોગા પરા પાસે છત્રાલ ગામ ખાતે રહે છે. તેઓએ નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેઓ આ સરનામે હાલમાં ભાડેથી છેલ્લા બે માસથી તેઓ તથા તેમના માસી નો દીકરો ઉદય કેનાજી ઝાલા બંને પરિવાર સાથે રહે છે. અને છત્રાલ લુણાસણ રોડ કમલા અમૃતમ નવીન બનતી સાઈટ પાસે ચા ની કીટલી ચલાવે છે.

 દિવાળીના દિવસે તેઓ તેમના ઘરે હાજર હતા તે દરમિયાન દસ વાગ્યાના તેમના માસી નો દીકરો ઉદય ઝાલાનો તેમની પર ફોન આવેલ અને જણાવેલ કે મારે પાર્શ્વનાથ છત્રાલમાં આવેલ જય ગોગા પાર્લરના માલિક જતીન પટેલ રહે- છત્રાલ ને કરિયાણાના રૂપિયા 9,800 આપવાના બાકી હતા. જે મેં તેનો ભાઈ હિતેશ પટેલને આપેલ છે. તેમ છતાં આ જતીન પટેલ મને એસ્ટેટની અંદર રહેતા કરણ શ્યામજી ઝાલા ના ઘરેથી બહાર નીકળતા મારી સાથે પૈસાની લેતીલેતી બાબતે બોલા ચાલી કરી ઝઘડો કરે છે.જેથી તમે અહીં આવી જાઓ તેમ કહેતા તેઓ તથા તેમના પત્ની જાગૃતિ ત્યાં ગયેલ અને જતીન પટેલ તથા હિતેશ પટેલ બંને સાથે ઝઘડો તકરાર તેમજ  ઝપાઝપી કરતા હોય તેથી બંનેને સમજાવવાનો પ્રયત્ન કરેલ પરંતુ કોઈ માનતું ન હોય તેઓએ ઉદય ઝાલા તેમજ જતીન પટેલને થપ્પડ મારેલ અને ઉદયને ત્યાંથી લઈ તેમના ઘરે ગયેલ. અને આખરે 10:30 વાગે આ જતીન પટેલ તથા હિતેશ પટેલ બંને હાથમાં ધોકો તથા પાઇપ લઈને આવેલા. અને જતીન પટેલે તેના હાથનો ધોકો તેમને મારવા જતા તેઓ પકડી પાડેલ અને એની તેમની બંને વચ્ચે ઝપાઝપી શરૂ થયેલ હતી આને આ બંને આરોપીઓએ ત્રણેય પર ધોકા અને પાઇપથી માર માર્યો હતો. અને ઈજાગ્રસ્ત કર્યા હતા. અને જતા જતા તેમને ધમકી આપેલ કે છત્રાલ છોડી જતા રહેજો નહિતર જાન થી મારી નાખીશ. અને તેઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ભાગ્યોદય હોસ્પિટલ કડી ખાતે દાખલ કરેલ છે. આથી બંને આરોપીઓ વિરુદ્ધ કલોલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. 

ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 

અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

છત્રાલ ગામે કરિયાણાના પૈસા આપવા બાબતે યુવકને બે શખ્સોએ ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી