District

દાણીલીમડામાં મિત્રે ત્રણ શખ્સો સાથે મળીને યુવકને ચપ્પુના ઘા માર્યા

દાણીલીમડામાં મિત્રે ત્રણ શખ્સો સાથે મળીને યુવકને ચપ્પુના ઘા માર્યા

- મિત્રે યુવકનો મોબાઇલ લઇને સંતાડી દેતા મામલો બિચક્યો હતો

- યુવકે ચારેય શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી

અમદાવાદ, મંગળવાર 

  દાણીલીમડામાં મિત્રે યુવકનો મોબાઇલ લઇને પોતાની પાસે સંતાડી દેતા ઝઘડો થયો હતો. ત્યારે તેની અદાવત રાખીને મિત્રે તેના ભાઇ, કાકા અને અજાણ્યા શખ્સ સાથે મળીને યુવકને છરીના ઘા માર્યા હતા. આ અંગે યુવકે ચાર શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. 

  ઇસનપુરમાં રહેતા જીગર ભીલ છુટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 16 જૂને તે મિત્ર મહાવીર સિંગલ સાથે ભીલવાસ પાસે બેઠો હતો. ત્યારે જીગરનો ફોન મહાવીરે લઇને પોતાની પાસે સંતાડી દીધો હતો. જેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ મહાવીર ફોન આપીને ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ બીજા દિવસે જીગર મહાવીરના બાજુમાં રહેતા તેના મિત્રના ઘરે ગયો હતો. જેથી મહાવીરે તેને જોઇ જતા જૂના ઝઘડાની અદાવત રાખીને ઝઘડો કર્યો હતો. આ દરમ્યાન મહાવીરના કાકા ત્યાં આવી જતા તેને લઇ ગયા હતા. ત્યારબાદ સાંજના સમયે જીગર શાહઆલમ ટોલનાકા પાસે ઉભો હતો ત્યારે મહાવીર, તેનો ભાઇ શૈલેષ, તેના કાકા અને અજાણ્યો એક શખ્સ હાથમાં પંચ અને છરી લઇને આવ્યા હતા અને જીગર પર હુમલો કર્યો હતો. તેમજ માર પણ માર્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા જીગરને છોડાવ્યો હતો અને ચારેય શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા. તેમજ જીગરને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે જીગરે ચારેય શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

દાણીલીમડામાં મિત્રે ત્રણ શખ્સો સાથે મળીને યુવકને ચપ્પુના ઘા માર્યા