- મહિલા બે મહિનાથી પ્રેમી સાથે રહેવા સિદ્ધપુરના ગ્રામ્ય વિસ્તારમાં આવી હતી
- 181ની ટીમે પ્રેમીનુ ફોન પર કાઉન્સેલીંગ કરી જબરજસ્તી પ્રેમ સંબંધ ન રાખવા સમજાવ્યો
સિદ્ધપુર, બુધવાર
પાટણમાં એક પરિણીતાનો અન્ય પુરુષ સાથે સંબધ હોવાથી તેને સંબંધ રાખવાની ના પાડતા પુરુષે મહિલાને તેના ફોટા વાઇરલ કરવાની ધમકી આપતા અંતે મહિલાએ 181ની મદદ માગી હતી. 181ની ટીમે મહિલાના પ્રેમીનુ ફોન પર કાઉન્સેલીંગ કરી જબરજસ્તી પ્રેમ સંબંધ ન રાખવા સમજાવ્યો હતો. તેમજ મહિલાને હેરાન પરેશાન કરવાનું છોડી દે તેમ સમજાવી બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.