District

ACBની સફળ ટ્રેપમાં માધવગઢનો તલાટી કમ મંત્રી સકંજામાં, 50 હજારની લાંચ લેતા ઝડપાયો

ACBની સફળ ટ્રેપમાં માધવગઢનો તલાટી કમ મંત્રી સકંજામાં, 50 હજારની લાંચ લેતા ઝડપાયો

- એસીબીએ છટકુ ગોઠવીને આબાદ રીતે 50 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યો 
- વારસાઈ હક્કપત્રકની નોંધ પાડવા માટે 2 લાખની લાંચ માગી હતી

ગાંધીનગર, મંગળવાર 

  ગાંધીનગરના માધવગઢ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીને છાલા ગામ ઝાખોરા બ્રીજની નીચે એસીબીએ છટકુ ગોઠવીને આબાદ રીતે 50 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વડીલોપાર્જિત જમીનના વારસાઈ હક્ક પત્રકમાં ફરિયાદીની પત્નીનું નામ દાખલ કરવાની અવેજીમાં લાંચીયા તલાટી કમ મંત્રીએ 2 લાખની લાંચ માંગી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  ગાંધીનગરનાં છાલા ગામ ઝાખોરા બ્રીજની નીચે એસીબીએ છટકુ ગોઠવીને માધવગઢ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયો છે. માધવગઢ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે હઠીસિંહ કાનજીભાઈ સોલંકી ફરજ બજાવે છે. માધવ ગઢ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં ફરિયાદીની પત્નીના પિતા અને ભાઈઓનાં નામે વડીલોપાર્જિત જમીન આવેલી છે.આ વડીલોપાર્જિત જમીનનાં વારસાઈ હક્ક પત્રકમાં પત્નીનું નામ દાખલ કરવા માટે ફરિયાદીએ માધવગઢ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી હઠીસિંહ કાનજીભાઈ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ત્યારે તલાટી કમ મંત્રી હઠીસિંહે વારસાઈ હક્ક પત્રકમાં નામ દાખલ કરવાની અવેજીમાં બે લાખની લાંચ માંગવામાં આવી હતી. જે મામલે બંને વચ્ચે રકઝકનાં અંતે 50 હજારમાં ડીલ ફાઈનલ થઈ હતી.જો કે, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા નહીં હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. આથી મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.ડી.ચાવડાએ પોતાની ટીમ સાથે છાલા ગામ ઝાખોરા બ્રીજની નીચે લાંચનું છંટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં તલાટી કમ મંત્રી હઠીસિંહ સોલંકી 50 હજાર લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ મામલે એસીબી પોલીસે લાંચનાં ગુનામાં તલાટી કમ મંત્રી હઠીસિંહ સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ACBની સફળ ટ્રેપમાં માધવગઢનો તલાટી કમ મંત્રી સકંજામાં, 50 હજારની લાંચ લેતા ઝડપાયો