District

માણસાના તખતપુરામાં અગાઉના ઝગડાની અદાવતમાં પાંચ શખ્સોએ એકસંપ થઇ યુવાનને ઘેરી લઈ છરા વડે ઘાતકી હૂમલો કર્યો 
 

માણસાના તખતપુરામાં અગાઉના ઝગડાની અદાવતમાં પાંચ શખ્સોએ એકસંપ થઇ યુવાનને ઘેરી લઈ છરા વડે ઘાતકી હૂમલો કર્યો 
 

- પાંચેય ઈસમો આજ પછી તુ ઘાટમાં આવીશ તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપીને નાસી ગયા 

- આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી  
 

માણસા, મંગળવાર 

  માણસાના તખતપુરામાં અગાઉના ઝગડાની અદાવતમાં પાંચ શખ્સોએ એકસંપ થઇ યુવાનને ઘેરી લઈ છરા વડે ઘાતકી હૂમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આથી માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  માણસાના તખતપુરા ગામમાં રહેતો 22 વર્ષીય વિશાલ રણજીતજી ઠાકોર ગાંધીનગર રિલાયન્સ ચાર રસ્તા પાસેની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. ગઈકાલે વિશાલ તેના ઘર પાસેના પાનના ગલ્લાએ ઊભો હતો. તે વખતે માણસામાં રહેતો શૈલેશ કુવરજી લુહાર ૫ણ ત્યાં હાજર હતો.બાદમાં શૈલેશે વિશાલને તેની પાસે બોલાવી તે મારી સાથે અગાઉ કેમ ઝગડો કર્યો હતો કહીને ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. એ વખતે તેની આજુબાજુથી તેના મિત્રો જયેશ ભરતભાઇ ઠાકોર, કનુજી વિષ્ણુજી ઠાકોર, ભરતજી જેણાજી ઠાકોર ઉર્ફે ભુવાજી તથા વિશાલ ઠાકોર ઉર્ફે ભાણો (તમામ રહે.માણસા) પણ પહોંચી ગયા હતા અને બધા ભેગા મળીને વિશાલને ગડદાપાટુનો માર માર્યો હતો. આ દરમ્યાન શૈલેશ લુહારે છરા જેવા ધારદાર હથિયાર વડે વિશાલ ઉપર હુમલો કર્યો હતો.તેને ગંભીર ઈજાઓ પહોંચતા વિશાલે બુમાબુમ કરી મુકતા પાંચેય ઈસમો આજ પછી તુ ઘાટમાં આવીશ તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપીને નાસી ગયા હતા. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

માણસાના તખતપુરામાં અગાઉના ઝગડાની અદાવતમાં પાંચ શખ્સોએ એકસંપ થઇ યુવાનને ઘેરી લઈ છરા વડે ઘાતકી હૂમલો કર્યો