District

ગાંધીનગર જિલ્લાના આઠ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલીનાં ઓર્ડર, અડાલજ પીઆઈ મુછાળને સાંતેજ મૂકવામાં આવ્યા જયારે સાંતેજ પોલીસ મથકના પીઆઈને સચિવાલય સંકુલમાં બદલી

ગાંધીનગર જિલ્લાના આઠ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલીનાં ઓર્ડર, અડાલજ પીઆઈ મુછાળને સાંતેજ મૂકવામાં આવ્યા જયારે સાંતેજ પોલીસ મથકના પીઆઈને સચિવાલય સંકુલમાં બદલી

- ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ જિલ્લાના આઠ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલીનાં ઓર્ડર આપ્યા 

- સેકટર - 7 પોલીસ મથકના પીઆઈ પી બી ચૌહાણની બદલી ટ્રાફિક પોલીસ મથકે કરાઈ

ગાંધીનગર, શુક્રવાર 

  ગાંધીનગર જિલ્લાના આઠ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલીનાં ઓર્ડર આપવામાં આવ્યા છે. અડાલજ પીઆઈ મુછાળને સાંતેજ મૂકવામાં આવ્યા જયારે સાંતેજ પોલીસ મથકના પીઆઈને સચિવાલય સંકુલમાં બદલી કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ જિલ્લાના આઠ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલીનાં ઓર્ડર કરવામાં આવ્યા છે. જે પૈકી અડાલજ પોલીસ મથકના પીઆઈ એસ આર મુછાળની સાંતેજ પોલીસ મથકમાં બદલી કરી દેવાઈ છે. જ્યારે સાંતેજ પોલીસ મથકના પીઆઈ ડી બી ડાભીને સચિવાલય સંકુલમાં મૂકી દેવામાં આવ્યા છે.

  ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 19 મી મે - 2023 નાં રોજ પાંચ પીઆઈની આંતરિક બદલી કરાઈ હતી. તે વખતે પીઆઈ ડાભીને ઈન્ફોસિટીથી સાંતેજ પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા હતા.બીજી તરફ સેકટર - 7 પોલીસ મથકના પીઆઈ પી બી ચૌહાણની બદલી ટ્રાફિક પોલીસ મથકે કરાઈ છે. જ્યારે તેમની ખાલી પડેલી જગ્યાએ દહેગામ પોલીસ મથકના પીઆઈ બી બી ગોયલને સેકટર - 7 પીઆઈ તરીકે નિમણૂંક અપાઈ છે. જ્યારે સચિવાલય સંકુલથી પીઆઈ વી બી દેસાઇની બદલી કરીને દહેગામ પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે. એજ રીતે સચિવાલય સંકુલથી પીઆઈ એચ જી દેસાઈની બદલી કરીને સેકટર - 7 પોલીસ મથકના સેકન્ડ પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે સેકટર - સેકન્ડ પીઆઈ એસ એસ દેસાઈને સચિવાલય સંકુલ મૂકી દેવાયા છે. ઉપરાંત અડાલજ પોલીસ મથકના સેકન્ડ પીઆઈ કે બી સાંખલાને અડાલજ પોલીસ મથકના ફર્સ્ટ પીઆઈ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આમ જોતા આગામી દિવસોમાં જિલ્લાના વધુ પોલીસ ઇન્સ્પેકટરોની આંતરિક બદલી થવાના અણસાર વર્તાઈ રહ્યા છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

ગાંધીનગર જિલ્લાના આઠ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલીનાં ઓર્ડર, અડાલજ પીઆઈ મુછાળને સાંતેજ મૂકવામાં આવ્યા જયારે સાંતેજ પોલીસ મથકના પીઆઈને સચિવાલય સંકુલમાં બદલી