Gujarat

વાસણામાં શેરબજારમાં રોકાણ કરાવી વેબસાઈટ, IDમાં ફસાવી ગઠીયાએ નિવૃત સીએના 1.97 કરોડ ખંખેરી લીધા 

વાસણામાં શેરબજારમાં રોકાણ કરાવી વેબસાઈટ, IDમાં ફસાવી ગઠીયાએ નિવૃત સીએના 1.97 કરોડ ખંખેરી લીધા 

- 5 કરોડ રૂપિયાનો પ્રોફિટ બતાવતા તેમણે આ રકમમાંથી 1.71 કરોડ ઉપાડવાની વાત કરતાં આ રકમ પર ટેક્સ ભરવો પડશે તેમ કહેવામાં આવ્યું હતું

- ટેક્સ ભર્યા પછી પણ તેમની રકમ નહીં ઉપડતાં તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું લાગતા નિવૃત સીએએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી 

અમદાવાદ, બુધવાર 

  નફાની લાલચે નિવૃત્ત ચાર્ટડ એકાઉન્ટન્ટે શેરબજારમાં 1.97 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેની સામે તેમને 5 કરોડ રૂપિયાનો પ્રોફિટ પણ બતાવાયો હતો. જ્યારે તેમણે આ રકમમાંથી 1.71 કરોડની રકમ ઉપાડવાની વાત કરી હતી, ત્યારે તેમને આ રકમ પર ટેક્સ ભરવો પડશે તેમ કહેવામાં આવ્યું હતું, ત્યારે 18.70 લાખનો ટેક્સ ભર્યા પછી પણ તેમની રકમ નહીં ઉપડતાં તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું લાગતા તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  અમદાવાદના વાસણામાં રહેતા મધુકાન્ત પટેલ ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. હાલમાં નિવૃત્ત જીવન ગુજારે છે. તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત ફેબ્રુઆરી માસના પહેલા સપ્તાહમાં તેમના મોબાઈલ પર અજાણ્યા નંબરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં મેસેજ કરનારે પોતાની ઓળખ સુનિલ સિંઘાનિયા તરીકે આપી હતી. તે પોતે કરણવીર ધિલોનનો આસિસ્ટન્ટ હોવાનું જણાવ્યું હતું. સુનિલે મધુકાંતભાઈને એક વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક આપી હતી. મધુકાંતભાઈને શેરબજારમાં રસ હોવાથી ગ્રુપમાં જોડાયા હતાં. આ ગ્રુપમાં શેરબજારની અલગ અલગ પ્રકારની ટીપ્સ આપવામાં આવતી હતી. વીડિયો કોલ દ્વારા પણ માહિતી આપવામાં આવતી હતી. ત્યારબાદ મધુકાંત પટેલને અન્ય ગ્રુપોમાં પણ જોડવામાં આવ્યા હતાં. આ ગ્રુપોમાં શેરના ભાવ અને ખરીદ વેચાણની વિગતો આપવામાં આવતી હતી. મધુકાંત પટેલે શરૂઆતમાં સુનિલના કહેવાથી નાની રકમમાં રોકાણ કર્યું હતું અને તેના દ્વારા આપવામાં આવતી ટીપ્સ દ્વારા તેઓ ટ્રેડિંગ કરતાં હતાં. શેરના ભાવ આધારે મધુકાંતભાઈ સેલ અને પરચેસ કરતાં હતાં. જેની રકમ તેમની વેબસાઈટની IDમાં જોવા મળતી હતી. તેમણે સુનિલના કહેવાથી 1 કરોડ 97 લાખ 40 હજાર રૂપિયા શેર ખરીદ વેચાણ માટે ભર્યા હતાં.

  જેમાં તેમણે સૌથી મોટી રકમ 1 કરોડ 6 લાખ રૂપિયા ભર્યા હતી. તે સુનિલે તેમને વોડાફોન, આઇડીયા કંપનીનો આવેલો IPO ભરવા કહી તે IPOમાં મને વોડાફોન-આઇડીયાના શેર લાગ્યો છે. તેવું તેમની વેબસાઇટની IDમાં બતાવ્યું હતું. સુનિલ દ્વારા તેમને કહેવામાં આવ્યું કે, વોડાફોન-આઇડીયાના શેરનો હાલ બજારમાં ભાવ 11 રૂપિયા છે, પરંતુ હું તમને 6 રૂપિયામાં આ શેર અપાવીશ. સુનિલે આ વેબસાઇટનો ફાયદો ગણાવી શેર બજારમાં જ્યારે કોઇ શેરમાં અપર કે લોવર શર્કિટ હોય ત્યારે બ્રોકર દ્વારા ચલાવાતી બીજી એપ્લિકેશનમાં શેરની ખરીદ વેચાણ થઇ શકતું નથી, પરંતુ તેમની વેબસાઇટમાં અપર શર્કિટ હોવા છતાં પણ તે શેરની ખરીદી કરી શકાય છે.

  તેમજ તેવી જ રીતે કોઇપણ IPO ભરવાની સેબી દ્વારા જે તારીખ આપેલી હોય તે તારીખ વિતી ગયા બાદ પણ તે શેરની લિસ્ટીંગ ન થાય ત્યાં સુધી જે તે IPOમાં એપ્લાય કરી શકાય છે. સુનિલના કહ્યા મુજબ જણાવેલ છેલ્લા ટ્રાન્જેકશનવાળા રૂપિયા 18,70,000 એકાઉન્ટમાં ભર્યા હતા. ત્યારબાદ પણ સુનીલે તેમને પૈસા વિડ્રો કરવા દીધા નહોતા. તેમની પાસે ટોટલ એસેટની એક ટકા ૨કમ ભરવા જણાવતો હતો. જેથી મધુકાંત પટેલને આ વસ્તુ અજુકતી લાગતી હોવાથી અને આવી કોઇ પ્રોસેસ શેર વેચાણના નાણા મેળવવામાં કરવાની હોતી નથી તેવો ખ્યાલ આવતાં. સુનીલ અને વેબસાઇટ ખોટી હોવાનું જણાયું હતું. જેથી મધુકાંત પટેલે સુનિલ સિંઘાનિયાએ તેમની સાથે 1.97 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાવી છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો

વાસણામાં શેરબજારમાં રોકાણ કરાવી વેબસાઈટ, IDમાં ફસાવી ગઠીયાએ નિવૃત સીએના 1.97 કરોડ ખંખેરી લીધા