District

કેવડિયામાં જન કિડિયારું ! SOU ખાતે સહેલાણીઓ ઉમટી પડયા, દિવાળી વેકેશનનો ભરપૂર આનંદ

કેવડિયામાં જન કિડિયારું ! SOU ખાતે સહેલાણીઓ ઉમટી પડયા, દિવાળી વેકેશનનો ભરપૂર આનંદ

- દિવાળીના વેકેશનમાં હજારોની સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા 

- ઘણા સમય બાદ સ્ટેચ્યુ પર ભારે ભીડ જોવા મળી છે

નર્મદા, સોમવાર

  દિવાળીના વેકેશનમાં હજારોની સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ઘણા સમય બાદ સ્ટેચ્યુ પર ભારે ભીડ જોવા મળી છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દિવાળીના વેકેશનમાં લોકો હજારોની સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા છે. પ્રવાસીઓ માટે અહીંયા ઇલેક્ટ્રીક બસની સુવિધા છે, તેમાં બેસીને પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જાય છે.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો

 પ્રવાસીઓ માટે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે જંગલ સફારી ટ્રેક્ટર પાર્ક સહિત અનેક પ્રવાસન સ્થળો છે જ્યાં પ્રવાસીઓને ફરવાની મજા આવી રહી છે પ્રવાસીઓની એટલી લાંબી લાઈન છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની અંદર જવાનો જે મેઈન ગેટ છે તેનાથી બહારના ગેટ સુધી લાંબી લાઈન પ્રવાસીઓની લાંબી લાઈનો લાગી છે જેના કારણે અહીંયા બેરીકેટ મૂકવામાં આવ્યા છે પ્રવાસન વિભાગ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્ટાફ દ્વારા અહીંયા માઈક પર વારંવાર એનાઉન્સ કરવામાં આવે છે કે પ્રવાસીઓ ત્યાંથી ક્યાં જવું ત્યારે પ્રવાસીઓની મોટી સંખ્યા લોકોને પણ રોજગારી મળી રહે છે ત્યારે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અલગ અલગ વિસ્તારમાંથી પ્રવાસીઓ અહીંયા ઉમટી પડ્યા છે.

 નર્મદાના શાંત કિનારે આવું જ એક આહ્લાદક પ્રવાસન સ્થળ પ્રવાસીઓ માટે વિકસિત કરવામાં આવ્યું છે, બટરફ્લાય ગાર્ડન! આ ગાર્ડનમાં પ્રવાસીઓ વિવિધ પ્રજાતિના પતંગિયાઓને નિહાળી શકે છે. 10 એકરમાં ફેલાયેલા બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયાઓની 70 વિવિધ પ્રજાતિઓ તેમજ પરાગ રજકણો અને યજમાન છોડ (હોસ્ટ પ્લાન્ટ્સ)ની 150 પ્રજાતિઓ આવેલી છે. આ પરાગ રજકણો અને યજમાન છોડ પતંગિયાઓને પોષણ તેમજ તેમના ઇંડા મૂકવા માટેનું સ્થાન પ્રદાન કરે છે.

 પતંગિયાની પ્રત્યેક પ્રજાતિનો પોતાનો એક યુનિક યજમાન છોડ હોય છે. બટરફ્લાય ગાર્ડનમાં રહેલી પતંગિયાઓની 70 વિવિધ પ્રજાતિઓ માટે તેમની વિવિધ આવશ્યકતાઓને પૂરી કરવાના હેતુસર 70 અલગ-અલગ યજમાન છોડવાઓ ઉગાડવામાં આવ્યા છે. ઉહાદરણ તરીકે, પ્લેઇન ટાઇગર બટરફ્લાય અકરા નામના છોડ તરફ આકર્ષિત થાય છે, કોમન ક્રૉ નામનું પતંગિયું કનેર છોડને પસંદ કરે છે, એવી જ રીતે લાઇમ બટરફ્લાય લીંબુડી પ્રત્યે આકર્ષિત થાય છે.

 બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયાની વિવિધ 70 પ્રજાતિઓ પ્રવાસીઓને જોવા મળે છે, જેમાં કોમન ક્રૉ, પ્લેઇન ટાઇગર, બ્લૂ ટાઇગર, સ્ટ્રાઇપ્ડ ટાઇગર, ગ્લાસી ટાઇગર, મોટલ્ડ એમિગ્રન્ટ, લેમન પેન્સી, ચોકલેટ પેન્સી, પીકોક પેન્સી, કોમન રોઝ, ક્રિમસન રોઝ, બ્લેક રાજા, ઇન્ડિયન જેઝબેલ, એગફ્લાય, પેઇન્ટેડ લેડી, પ્લેઇન ક્યુપિડ, સનબીમ, લાઇમ સ્વેલોટેઇલ, રેડ હેલન, બ્લૂ મોરમોન, ઇવનિંગ બ્રાઉન, રેડ પેરોટ વગેરે જેવી પ્રજાતિઓનો સમાવેશ થાય છે.

ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 

અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

કેવડિયામાં જન કિડિયારું ! SOU ખાતે સહેલાણીઓ ઉમટી પડયા, દિવાળી વેકેશનનો ભરપૂર આનંદ