District

પ્રાંતિજ ભાજપ શહેર મંડળ દ્વારા 25 જુન કાળા દિવસ તરીકે યોજાયો

પ્રાંતિજ ભાજપ શહેર મંડળ દ્વારા 25 જુન કાળા દિવસ તરીકે યોજાયો

- કાળા દિવસે પ્રાંતિજ ભાજપ દ્વારા ધરણા યોજાયા
- પ્રાંતિજ શહેર મંડળ દ્વારા તા.25 મી જૂન ના રોજ કાળાદિવસ તરીકે મનાવીને ધરણાનો કાર્યકમ યોજાયો હતો

સંજય પટેલ, પ્રાંતિજ, શનિવાર 

   1975ના 25મી જૂનના રોજ જ્યારે કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર્વતમાન હતી અને વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી સત્તા ઉપર હતા ત્યારે તેમણે દેશભરમાં કટોકટી લાદી હતી. ત્યાથી દેશભરમાં ભારતીય જનતા પાર્ટીએ તે દિવસને કલંકિત દિવસ તરીકે અને કાળા દિવસ તરીકે મણાવામાં આવે છે. આજે પણ દેશભરમાં ભાજપ દ્વારા 25 જૂન ને કાળા દિવસ તરીકે ઉજવામાં આવે છે.

   પ્રાંતિજ શહેર મંડળ ,યુવા મોરચા, મહિલા મોરચા ના કાર્યકમ પ્રાંતિજ ભાખરીયા પોલીસ ચોકી પાસે એકત્રીત થઈને ધરણા કાર્યકમ યોજ્યો હતો.આ કાર્યકમ માં પૂર્વ મંત્રી જયસિંજ ચૌહાણ ,પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડીયા, પ્રાંતિજ શહેર પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ, રઘુભાઈ રાવલ, કુલદીપ પટેલ, રાજેશ ટેકવાણી,કુશવ બ્રહ્મભટ્ટ,અરવિંદભાઈ પરમાર ,મહેબૂબ બ્લોચ, રમેશભાઈ વણકર અને વિવિધ મોરચાના આગેવાનો, નગરપાલિકા કોર્પોરેટરો,તેમજ ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને આ કાર્યકમ માં કોંગ્રેસ વિરોધી સુત્રોચાર કરી કાળા દિવસનો વિરોધી દર્શાવીને પ્રતીક ધરણાનો કાર્યકમ યોજાયો હતો. (તસવીર પ્રતિકાત્મક છે)

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો