District

ગુજરાત હાઇકોર્ટમાં 19 વર્ષની યુવતીના ગર્ભપાતનો મામલે શું થયું જાણો 

ગુજરાત હાઇકોર્ટમાં 19 વર્ષની યુવતીના ગર્ભપાતનો મામલે શું થયું જાણો 

- કોર્ટ સમક્ષ ઉપસ્થિત થઈ યુવતી સહમતિ આપશે

- AMTS ના કંડક્ટરે દગો આપ્યો હતો 

અમદાવાદ, બુધવાર

  ગુજરાત હાઇકોર્ટમાં 19 વર્ષની યુવતીએ તેના 16 અઠવાડીયાના ગર્ભના ગર્ભપાત માટે એડવોકેટ પી.વી. પાટડિયા મારફતે અરજી કરી છે. યુવતી દુષ્કર્મનો ભોગ બની હતી. તેને આરોપી સામે અમદાવાદના રાણીપ પોલીસ મથકે ફરિયાદ પણ નોધાવી હતી. યુવતી માનસિક રીતે બાળકને રાખવા સક્ષમ નથી. જેથી કોર્ટે અરજી સંદર્ભે યુવતીનો મેડિકલ ટેસ્ટ કરવા અમદાવાદની સોલા સિવલ હોસ્પિટલને નિર્દેશ આપ્યા છે. આજે આ રિપોર્ટ કોર્ટ સમક્ષ મુકાયો હતો. જો કે કોર્ટે યુવતીની ઈચ્છા જાણવા આવતીકાલે સવારે કોર્ટમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું છે. ત્યારબાદ કોર્ટ આ અરજી સંદર્ભે હુકમ કરશે.

  ડોક્યુમેન્ટ મુજબ યુવતીનો જન્મ ડિસેમ્બર, 2004 માં થયો હતો. તેની એક ડાયવોર્સી માતા અને તેનાથી નાની બહેન છે. તેની શાળાએ તેને સ્કૂલ લિવિંગ સર્ટીફીકેટ આપવાની મનાઈ કરતા, કોર્ટ સમક્ષ ઉંમરના પુરાવા તરીકે આધાર કાર્ડ મુકાયું હતું. યુવતીએ આરોપી સામે 03 મે, 2024 ના રોજ અમદાવાદના રાણીપ પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી ઉપર 376 અંતર્ગત દુષ્કર્મની કલમો લગાવવામાં આવી છે. યુવતી આશ્રમ રોડ સ્થિત એક કોલ સેન્ટરમાં નોકરી કરતી હતી. જેને AMTS ના એક કંડકટર સાથે પ્રેમ થયો હતો. બનેએ સગાઈ કરી હતી, પણ કન્ડક્ટર પોતાના વતન બાયડ તરફ ભાગી ગયો હતો. કંડક્ટરે અગાઉ લગ્ન કરેલા હોવાનું અને તેને બે બાળકો હોવાનું પણ સામે આવ્યું હતું.અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલે પીડિતાના મેડિકલ તપાસ માટે નિર્દેશ આપ્યા હતા. જેમાં સિવિલ સુપરિટેન્ડેન્ટ, સિનિયર મહિલા ગાયનેકોલોજીસ્ત, સાયકોલોજીસ્ટને યુવતીનું નિરીક્ષણ કરવા કહ્યું હતું. જેનો રીપોર્ટ કોર્ટ દ્વારા આજે ઓન રેકોર્ડ લેવામાં આવ્યો છે. હવે આવતીકાલે યુવતી કોર્ટ સમક્ષ પોતાની સહમતિ આપશે તો કોર્ટ ગર્ભપાતની મંજૂરી આપશે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગુજરાત હાઇકોર્ટમાં 19 વર્ષની યુવતીના ગર્ભપાતનો મામલે શું થયું જાણો