District

ઉનાળુ વેકેશનમાં લાખો લોકો કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાતે

ઉનાળુ વેકેશનમાં લાખો લોકો કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાતે

- 1 એપ્રિલથી 9 જૂન સુધી 10.73 લાખ લોકોએ લેકફ્રન્ટની મજા માણી

- સૌથી ઓછા પ્રવાસીઓ કાંકરિયા બાલવાટિકાના

અમદાવાદ, બુધવાર 

  ઉનાળાની રજાઓ દરમિયાન લોકો વેકેશનની મજા માણવા માટે રાજ્યના વિવિધ સ્થળો પર ફરવા જતા હોય છે. અમદાવાદના ફરવા લાયક સ્થળોનું સૌથી જાણીતું કાંકરિયા લેકફ્રન્ટ અને પ્રાણીસંગ્રહાલયમાં વેકેશન દરમિયાન લોકોની ભીડ ઉમટી પડી હતી. 1 એપ્રિલથી 9 જૂન સુધીમાં 10.73 લાખ લોકોએ કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લીધી હતી. જ્યારે કાંકરિયા પ્રાણીસંગ્રહાલય અને નોકટરલ ઝુની 3.51 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. સૌથી ઓછી મુલાકાત કાંકરિયા બાલવાટિકાની લોકોએ લીધી હતી. વેકેશનના સમયગાળામાં રવિવારે 30,000થી વધુ લોકો કાંકરિયા લેકફ્રન્ટમાં ફરવા માટે આવ્યા છે.

  અમદાવાદના કાંકરિયા લેકફ્ર્ન્ટ ખાતે લોકોની ભીડ ઉમટી પડે છે. ચાલુ વર્ષે ઉનાળાના વેકેશન દરમિયાન લોકોએ પોતાના પરિવાર સાથે મજા માણી છે. જેમાં બાલવાટિકા, પ્રાણીસંગ્રહાલય, બટરફ્લાય પાર્ક- સહિતના આકર્ષણોની મજા માણી હતી. 1 એપ્રિલથી 9 જૂન સુધી 10.73 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. જેનાથી 1 કરોડની આવક થઈ હતી. કાંકરિયા, પ્રાણીસંગ્રહાલય અને નોક્ટરલ ઝૂની સૌથી 1.51 કરોડની આવક થઈ હતી. જ્યારે કાંકરિયા બટરફ્લાય પાર્ક જોવા 29,535 મુલાકાતીઓ આવ્યા હતા. જેનાથી 2.69 લાખ રૂપિયાની આવક થઈ હતી.કાંકરિયા લેકફ્રન્ટમાં રમજાન ઈદની બે રજાઓ અને શનિ-રવિ દરમિયાન સૌથી વધારે કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લોકોએ લીધી હતી. 11, 12, 13 અને 14 એપ્રિલ એમ ચાર દિવસ કાંકરીયા ખાતે ફરવા માટે 40,000થી વધારે લોકો રોજ આવ્યા હતા. જેમાં 12 એપ્રિલના રોજ સૌથી વધારે 54986 લોકોએ મુલાકાત લીધી હતી. રવિવારના દિવસે લોકો સૌથી વધારે કાંકરિયા ખાતે આવ્યા છે અને કાંકરિયા ઝૂ તેમ જ નોકટરલ U જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.

  કાંકરિયા પ્રાણીસંગ્રહાલય અને નોકટરલ ઝૂ જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ ઝૂમાં નિશાચર પ્રાણીઓ જેમ કે શિયાળ, ચિત્તો અને ઝરખને શિફ્ટ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ પર લગભગ 17.5 કરોડ રૂપિયા ખર્ચ થયો છે. નોક્ટરનલ ઝુમાં સાઉન્ડ પ્રુફ ગ્લાસ છે. જેના કારણે પ્રાણીઓને બહારનો અવાજ નહીં જાય પરંતુ માઈક્રોફોનને કારણે મુલાકાતીઓ પ્રાણીઓનો અવાજ સાંભળી શકશે. નોક્ટરનલ હાઉસમાં બે ખાસ ટનલ બનાવવામાં આવી છે, જેમાં જીઓ-થર્મલ ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમ મુકવામાં આવી છે, જેનાથી પ્રાણીઓને વેન્ટિલેશન મળી રહેશે અને તેમને માફકસર તાપમાન જાળવવામાં મદદ મળશે. નાઈટ ઈફેક્ટ આપવા માટે બ્લુ લાઈટ, મોર્નિંગ ઈફેક્ટ આપવા માટે રેડ લાઈટ આપવામાં આવી છે. નોક્ટરનલ ઝુ જોવા આવેલા લોકોને 10 મિનિટની ડોક્યુમેન્ટ્રી દેખાડાય છે અને તેમાં નોક્ટરનલ પ્રાણીઓ વિષે માહિતી આપવામાં આવે છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

ઉનાળુ વેકેશનમાં લાખો લોકો કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાતે