Agriculture

ખેતીમાં ડ્રોનનું મહત્વ, જાણો ખેતીમાં ડ્રોનનો ઉપયોગ કયા કાર્યોમાં કરવામાં આવે છે

ખેતીમાં ડ્રોનનું મહત્વ, જાણો ખેતીમાં ડ્રોનનો ઉપયોગ કયા કાર્યોમાં કરવામાં આવે છે

- ડ્રોન દ્વારા કામ ઝડથી થવાથી સમયની બચત થાય છે

- પાકને ક્યારે અને કેટલું પાણી આપવું તે ડ્રોનમાં રહેલા વિવિધ ઉપકરણો દ્વારા નક્કી કરાઇ

અમદાવાદ, બુધવાર

 ખેતી માટે ટેકનોલોજી એકપછી એક નવા સાધનો લાવી રહી છે જેના ઉપયોગથી ખેતી ઝડપી અને સહેલાઈથી થઈ રહી છે. ખેતી માટે ડ્રોનનું મહત્વ ખૂબ રહેલું છે. ડ્રોનના ઉપયોગથી ખેતી માટે કેટલાક કાર્યો ઝડપી અને સરળ બન્યા છે જે ખેડૂતો માટે એક મોટો ફાયદો છે. 

  ડ્રોન એક માનવરહિત હવામાં ઉડનાર વાહન છે જેમાં વિવિધ ઉપકરણો જેવા કે સેંસર્સ, ઇન્ફ્રારેડ કેમેરા અને જી.પી.એસ. (ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમ) હોય છે અને ડ્રોન સુચિત કરેલા કામો નિર્ધારીત જ્ગ્યા અને સમય પર પુરો કરે છે. ખેતીમાં ડ્રોનનો ઉપયોગ સર્વ પ્રથમ પશ્ચિમી દેશોમાં 1980ના દશકામાં શરૂ થયો હતો જેના કારણે ખેત ઉત્પાદન અને ખેડુતની આવક્માં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. કૃષિમાં ડ્રોનનો ૮૦% સમાવેશ થય શકે છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ડ્રોન માટે કૃષિએ સૌથી આશાસ્પદ બજાર છે. કારણકે તેની ટેકનોલોજી મોટા ખેતરો અને મોટા ગામડાઓ કે જ્યાં ગોપનીયતા અને સુરક્ષાના મુદાઓ છે તેના માટે અનુકુળ છે. પહેલેથી જ ખેડૂતો, સંશાધકો અને કંપનીઓ પાકના સર્વેક્ષણ, રોગ અથવા જંતુનાશક અને ખાતરની તપાસ માટે માનવરહિત વિમાન સિસ્ટમો વિકસાવી રહ્યા છે. ખેતીમાં ડ્રોનનો ઉપયોગ અનેક કાર્યોમાં કરવામાં આવે છે. જેમાં જોઈએ તો ખેતરની જમીનની ગુણવત્તા, ફળદ્રૂપતા, જ્મીનમાં રહેલ ભેજના ટકા તેમજ જુદા જુદા પોષક તત્વો અંગેની સચોટ માહીતી મેળવવા માટે અને તેના આધારે સમયસર વાવણી, પિયત અને ખાતર વિશે નિર્ણય લેવા માટે ડ્રોનનો ઉપયોગ થાય છે, વધુ વિસ્તારમાં અને ઓછા સમય અને ખર્ચમાં એક સરખી વાવણી કરવા માટે ડ્રોન બહુ અનુકુળ છે કારણ કે હવે એવા ડ્રોન વિકસાવમાં આવ્યા છે જે પધ્ધતિસર પાક્ની વાવણી કરી શકે છે જેનાથી સમયમાં ૭૫% અને વાવણી ખર્ચમાં ૮૫% સુધીની બચત થાય છે. આ પધ્ધતિ દ્વારા ખાસ કરીને વનવિભાગ દ્વારા મોટા પાયે જંગલમાં બિજ વાવેતર કરવામાં આવે છે, પાકને ક્યારે અને કેટલું પાણી આપવું તે પણ ડ્રોનમાં રહેલા વિવિધ ઉપકરણો દ્વારા નક્કી કરી શકાય છે અને ખેતરના કયા ભાગમાં ભેજની અછત છે તે જાણી શકાય છે. આ માહિતીનો ઉપયોગ કરી ખેડુતમિત્રો અનુકુળ સમયે પાકને પિયત અને ખાતરનું આયોજન કરી શકે છે, આખા વિસ્તારમાં અથવા ખેતરના કોઈ એક ભાગમાં રોગ, જીવાત અથવા નિંદામણનો ઉપદ્રવ થયો હોય તો ડ્રોન દ્વારા તે જ્ગ્યા પર યોગ્ય પ્રમાણમાં દવા છાંટી ઉપદ્રવને કાબુમાં લાવી શકાય.

  આ ઉપરાંત વધુ ઉંચાઇવાળા પાકો જેવા કે નારેળી, સોપારી, ખારેક અને આંબા વિગેરેમાં ડ્રોનથી દવા છાંટવાનું કાર્ય સહેલાઇથી થઇ શકે છે અને સમય અને પૈસા બન્નેની બચત થાય છે. ડ્રોન ખેડૂતને ચોક્કસ વાતાવરણમાં અનુકૂલન સાધવા અને તે મુજબ માઇન્ડફુલ પસંદગીઓ કરવાની શક્તિ આપે છે. મેળવેલ ડેટા પાકના આરોગ્ય, પાકની સારવાર, પાક સ્કાઉટિંગ, સિંચાઈ અને ક્ષેત્રની જમીનનું વિશ્લેષણ અને પાકના નુકસાનનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. ડ્રોન સર્વે પાકની ઉપજ વધારવામાં અને સમય અને ખર્ચને ઘટાડવામાં મદદ કરે છે.નિષ્ણાતોના મતે, ૨૦૫૦ સુધીમાં વિશ્વની વસ્તી ૯ અબજ થવાની આગાહી કરવામાં આવી છે. કૃષિ વપરાશમાં પણ લગભગ ૭૦% જેટલો વધારો થવાનું કહેવાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને રિમોટ સેન્સિંગ સુવિધાઓથી સજ્જ ડ્રોન ટેક્નોલોજી તેના ફાયદાઓને કારણે માંગમાં વધી રહી છે. કેન્દ્ર સરકારે માનવરહિત હવાઈ વાહનો (યુએવી), મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું મહત્વ તેમના 'ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ' ઓનલાઈન સાથે સ્વીકાર્યું છે. ભારતમાં ડ્રોન સ્ટાર્ટઅપ્સે આ તકનો ઉપયોગ બહેતર તકનીકી ક્ષમતાઓ પૂર્ણ કરવા માટે કર્યો છે. ડ્રોનના ઉપયોગથી થતા ફાયદા વિશે વાત કરીએ તો સમયસર અને સુરક્ષિત કીટ નાશકોનો છંટકાવ કરી પાકને બચાવી શકાય છે. આ ઉપરાંત સમયસર પાક ઉપ્તાદનની કામગીરી થવાથી વધુ ઉત્પાદન મળે છે. ડ્રોન દ્વારા કામ ઝડથી થવાથી સમયની બચત થાય છે, સરકારી સંસ્થાઓ અને વિમા કંપનીઓ ઓછા સમયમાં મોટા વિસ્તારમાં વધુમાં વધુ ખેડુતમિત્રો સુધી સેવા પહુંચાડી શકે છે, ખેતીમાં ડ્રોનના ઉપયોગથી થતા ફાયદાને અનુલક્ષીને આપણા દેશમાં ડ્રોનનો ખેતીમાં ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે. સરકાર દ્વારા પણ આવી તક્નીક્ને પ્રોત્સાહન આપવા માટે નવા નવા સંશોધનો થઇ રહ્યા છે. આમ ખેતીમાં ડ્રોનનું ખૂબ મોટું મહત્વ રહેલું છે આગળ જતાં ડ્રોન ખેતી માટે વધુ ઉપયોગી થઈ શકે છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

ખેતીમાં ડ્રોનનું મહત્વ, જાણો ખેતીમાં ડ્રોનનો ઉપયોગ કયા કાર્યોમાં કરવામાં આવે છે