Entertainment

80 લાખથી ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે 5 કરોડની કરી હતી કમાણી, ફિલ્મના ગીતો આજે પણ છે ફેમસ

80 લાખથી ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે 5 કરોડની કરી હતી કમાણી, ફિલ્મના ગીતો આજે પણ છે ફેમસ

- ફિલ્મ પછી અભિનેતા રાતોરાત સુપરસ્ટાર બની ગયો
- ફિલ્મના શો 52 અઠવાડિયા (6 મહિના) સુધી હાઉસફુલ રહ્યા હતા 

મુંબઇ, ગુરુવાર 

  અભિનેતા રાહુલ રોયે મહેશ ભટ્ટની 1990માં આવેલી અનુ અગ્રવાલ સાથેની ફિલ્મ 'આશિકી'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ તે સમયે બ્લોકબસ્ટર હતી. આજે પણ આ ફિલ્મના ગીતો ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ ફિલ્મના ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા. કહેવાય છે કે 1990ની ફિલ્મ 'આશિકી'ના ગીતોની ઓડિયો કેસેટનું વેચાણ 1 કરોડ સુધી પહોંચી ગયા બાદ ટી-સીરીઝે વેચાણની ગણતરી બંધ કરી દીધી હતી. રાહુલ રોયે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે તેનું પાત્ર સિનેમાઘરોમાં આવ્યું ત્યારે દર્શકોએ પડદા પર ખૂબ પૈસા ઉડાવ્યા હતા. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી.

  રાહુલ રોયે એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે મહેશ ભટ્ટ સાથેની તેની પ્રથમ મુલાકાતમાં તેને માત્ર 4 થી 6 મિનિટમાં જ ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવ્યો હતો. રોહુલ રોયે એ પણ જણાવ્યું કે આશિકીની રિલીઝ પછી મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ મારી સાથે મેટ્રો સિનેમામાં ફિલ્મ જોવા ગયા હતા. તેણે કહ્યું કે જેવું મારું પાત્ર 'સાંસોં કી જરુરત હૈ જૈસે' ગીત સાથે સ્ક્રીન પર પ્રવેશ્યું, દર્શકોએ સ્ક્રીન તરફ પૈસા ઉડાવાનું શરૂ કર્યું હતું. આ ફિલ્મ પછી રાહુલ રોય રાતોરાત સુપરસ્ટાર બની ગયો. 1990માં આવેલી 'આશિકી' તેના સુંદર ગીતોને કારણે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. 80 લાખથી ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મના શો 52 અઠવાડિયા (6 મહિના) સુધી હાઉસફુલ રહ્યા હતા. 

  ફિલ્મમાં પોતાના અભિનયની છાપ છોડવા છતાં, રાહુલ રોયને છ મહિના સુધી કોઈ ઓફર મળી ન હતી. પરંતુ જ્યારે તેણે 47 દિવસમાં 11 ફિલ્મો સાઈન કરી ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ. રાહુલે કહ્યું હતું કે, છ મહિનાથી મને કંઈ મળ્યું નહીં. પરંતુ પછી 11 દિવસમાં મેં 47 ફિલ્મો સાઈન કરી.'' અભિનેતાએ એ પણ ખુલાસો કર્યો કે તેને 'આશિકી' માટે 30,000 રૂપિયા મળ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

80 લાખથી ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે 5 કરોડની કરી હતી કમાણી, ફિલ્મના ગીતો આજે પણ છે ફેમસ