- માણસા સ્થિત એક્સિસ બેંકમાં અનધિકૃત રીતે થયેલા નાણાકિય વ્યવહાર માટે ગાંધીનગર ગ્રાહક કમિશને બેંકને જવાબદાર ઠેરવી
- રૂ. 1.80 લાખના ત્રણ ગેરકાયદે ટ્રાન્જેક્શન થતા બેંકની આ સેવાકીય ખામીના કારણે રૂ. 1.80 લાખ નવ ટકાના વ્યાજ સાથે 30 દિવસમાં ચુકવવા આદેશ
- માણસા સ્થિત એક્સિસ બેંકમાં અનધિકૃત રીતે થયેલા નાણાકિય વ્યવહાર માટે ગાંધીનગર ગ્રાહક કમિશને બેંકને જવાબદાર ઠેરવી
- રૂ. 1.80 લાખના ત્રણ ગેરકાયદે ટ્રાન્જેક્શન થતા બેંકની આ સેવાકીય ખામીના કારણે રૂ. 1.80 લાખ નવ ટકાના વ્યાજ સાથે 30 દિવસમાં ચુકવવા આદેશ
માણસાના ખાતાધારકની જાણ બહાર રૂપિયા ઉપડી ગયા હોવાનું સામે આવ્યું છે. આથી ગાંધીનગર ગ્રાહક કમિશને બેંકને જવાબદાર ઠેરવી ગ્રાહક રૂ. 1.80 લાખ મેળવવા માટે હકદાર હોવાનું ઠેરવ્યુ છે. ગાંધીનગર કન્ઝ્યુમર કોર્ટ દ્વારા રૂ. 1.80 લાખ નવ ટકાના વ્યાજ સાથે 30 દિવસમાં ચુકવવા તથા માનસિક યાતના પેટે 20 હજાર વળતર પણ આપવા નો આદેશ કરવામાં આવ્યો છે.
માણસા માધવપાર્ક સોસાયટીમાં રહેતા ભલાભાઈ પરશોત્તમદાસ પટેલે માણસા મુક્તાનંદ કોમ્પલેક્ષમાં આવેલ એક્સિસ બેંક સામે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરેલી કે, સિડની ખાતે રહેતા તેમના પુત્ર પટેલ રોનિકનું એક્સિસ બેંકમાં બચત ખાતુ ખોલાવવામા આવ્યુ હતું. આ એકાઉન્ટમાં જે મોબાઈલ નંબર આપ્યો હતો તે ભલાભાઈનો હતો. 9 મી ફેબ્રુઆરીના રોજ એકાઉન્ટમાંથી 30 હજારનું ટ્રાન્જેક્શન થયાનો મેસેજ આવ્યો હતો. આથી ભલાભાઈ તુંરત જ બેંકમાં ગયા હતા અને કોઈ ત્રાહિત વ્યક્તિએ આ ટ્રાન્જેક્શન કર્યુ હોવાનુ જણાવી એકાઉન્ટ બ્લોક કરવાનું મનેજરને જણાવ્યુ હતું. આથી મેનેજરે ખાતા ધારક મેઈલ કરશે તો જ એકાઉન્ટ બ્લોક થશે તેમ જણાવ્યું હતું.
આથી ભલાભાઈએ પુત્રને જાણ કરતા તેણે મેઈલ કરીને એકાઉન્ટ બ્લોક કરાવ્યુ હતું. આ દરમિયાન ભલાભાઈ તેમના પુત્રે સહિ સાથે આપેલ ચેક લઈને એકાઉન્ટમાં પડેલ રૂ. 3.51 લાખની રકમ ઉપાડી લેવા માટે બેંકમાં ગયા હતા. એ વખતે ફરજ પરના મેનેજર દ્વારા હાઈપર ટેકનીકાલીટી અનુસરી ભલાભાઈ સાથે ખુબજ રકઝક કરવામાં આવી હતી. આ દરમિયાન જ બ્લોક થયેલા એકાઉન્ટનો રિવોકનો મેસેજ આવ્યો હતો અને ગણતરીના સેકન્ડોમાં જ ત્રણ ટ્રાન્જેક્શન મારફત વધુ રૂ. 1.50 લાખના ટ્રાન્જેક્શન થયા હતા. આ દરમિયાન ભલાભાઈએ બાકીના 2 લાખ ઉપાડી લીધા હતા. કોઈપણ ઓટીપી અને મોબાઈલ મેસેજ વગર રૂ. 1.80 લાખના ત્રણ ગેરકાયદે ટ્રાન્જેક્શન થતા બેંકની આ સેવાકીય ખામીના કારણે તેઓએ ફરિયાદ આપી હતી.
જે કેસ ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ચાલતાં બેંકને નોટિસ પણ મોકલવા છતાં કોઈ હાજર રહ્યું ન હતું. જેથી આ કેસ એકતરફી ચલાવવા માટે ફરિયાદીએ અરજી કરી હતી. જે અન્વયે માણસા સ્થિત એક્સિસ બેંકમાં અનધિકૃત રીતે થયેલા નાણાકિય વ્યવહાર માટે ગાંધીનગર ગ્રાહક કમિશને બેંકને જવાબદાર ઠેરવી ગ્રાહક રૂ. 1.80 લાખ મેળવવા માટે હકદાર હોવાનું ઠેરવ્યુ છે. કોઈપણ ઓટીપી અને મોબાઈલ મેસેજ વગર રૂ. 1.80 લાખના ત્રણ ગેરકાયદે ટ્રાન્જેક્શન થતા બેંકની આ સેવાકીય ખામીના કારણે ગાંધીનગર કન્ઝ્યુમર કોર્ટ દ્વારા રૂ. 1.80 લાખ નવ ટકાના વ્યાજ સાથે 30 દિવસમાં ચુકવવા તથા માનસિક યાતના પેટે 20 હજાર વળતર પણ આપવા નો આદેશ કરવામાં આવ્યો છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો