- પીંઢારપુરા ગામે તળાવમાં નાહવા પડેલ યુવતી ને બચાવવા ગયેલા યુવકનું ડૂબી જવાથી મોત
- યુવતીનો આબાદ બચાવ થયો
પાટણ, મંગળવાર
પાટણના લણવા નજીકના પીંઢારપુરા ગામે તળાવમાં નાહવા પડેલ યુવતી ને બચાવવા ગયેલા યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે યુવતીનો આબાદ બચાવ થયો હોવાની ઘટના સોમવારે સાંજના સુમારે ઘટવા પામી હતી. તો બનાવની જાણ સંડેર 108 ને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃત્યુ પામેલા યુવકને તેમજ બચાવ થયેલી યુવતી ને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.