District

પથ્થરમારો કરનાર યુવાનોને મુસ્લિમ સમાજ સમજાવવાનો પ્રયાસ કરે, આગામી દિવસોમાં મદ્રેસા અને મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સંસ્થાના લોકો યુવાનોને સમજાવશે : ગૃહમંત્રી

પથ્થરમારો કરનાર યુવાનોને મુસ્લિમ સમાજ સમજાવવાનો પ્રયાસ કરે, આગામી દિવસોમાં મદ્રેસા અને મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સંસ્થાના લોકો યુવાનોને સમજાવશે : ગૃહમંત્રી

- સુરતના સૈયદપુરામાં ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી 

- સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું

સુરત, સોમવાર 

Embed Instagram Post Code Generator

  સુરતના સૈયદપુરામાં ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ 8 સપ્ટેમ્બરના રાતના 9 વાગ્યા પછી પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. પોલીસે લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડી મોડી રાત્રે 2 વાગ્યે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર દાદા(મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ)નું બુલડોઝર ફરી વળ્યું હતું અને ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું.રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો

 આ ઘટના પર સતત નજર રાખી રહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બપોરના 2 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા અને CCTVથી ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સૂચન કર્યા હતા. તેઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, પથ્થરમારો કરનાર લોકો સમાજના કસૂરવાર છે. આ પ્રકારના યુવાનોને મુસ્લિમ સમાજ સમજાવવાનો પ્રયાસ કરે, મને ભરોસો છે કે, આગામી દિવસોમાં મદ્રેસા અને મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સંસ્થાના લોકો યુવાનોને સમજાવશે.

 હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મેં બહુ ક્લિયર કહ્યું છે કે, પથ્થર ફેંકનાર વ્યક્તિ કાયદાનો ગુનેગાર નથી તે સૌથી મોટો સામાજિક ગુનેગાર છે પછી તે કોઈપણ સમાજનો હોય. આની અંદર કોઈપણ પ્રકારની લાગણી, કોઈપણ પ્રકારની દયા હોય જ ન શકે. પથ્થર ફેંકવો અને પથ્થર ફેંકવાનો વિચાર પણ કઈ રીતે આવી શકે. મારી તો ખાસ કરીને સમાજને અપીલ છે કે, આ પ્રકારના યુવાનોને સાચી દિશા આપવી. આપણી જવાબદારી છે કે, સમાજે જ્યારે વિવિધ ટ્રસ્ટોની અંદર પછી તે મદ્રેસા હોય, મસ્જિદ હોય, મુસ્લિમ સમાજના અલગ અલગ સંગઠનોમાં આપણને સૌ લોકોને જવાબદારી આપી છે તો આપ સૌ લોકોને એક જવાબદારી છે કે, યુવાનોને સાચા માર્ગે અને કોઈ યુવાન ખોટા માર્ગે ભટક્યો હોય તો તેને સમજાવવો જોઈએ. હું ફરી કહુ છું કે, પથ્થર કોઈપણ જગ્યાએ ફેંકનાર કોઈપણ સમાજનો વ્યક્તિ હોય અમે છોડતા નથી. તપાસ ચાલુ છે અને ચાલુ તપાસમાં હું કોઈપણ પ્રકારના નિવેદન આપતો નથી.

 રાજ્ય સરકારે કલેક્ટર પાસે આરોપીઓની ગેરકાયદેસર મિલકત અંગે રિપોર્ટ માગ્યો છે. અલગ અલગ ટીમો દ્વારા મિલકત અંગે તપાસ શરૂ કરાઈ છે. મિલકતની વિગતનો રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે. કલેક્ટર પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા છે. તમામ આરોપીઓ હાલ ઉમરા પોલીસ મથકમાં છે અને કોર્ટમાં રજૂ કરાશે. પથ્થરમારો કરનાર છ કિશોર આરોપીઓના માતા-પિતાની અટકાયત કરવામાં આવી છે..ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો