- બે દિવસથી મંદિર શણગારવામાં આવતો અવલોકિક દ્રશ્યો જોવા મળ્યા,દર્શન માટે દિવસભર જનમેદની ઊંમટી પળી
- મોડાસા નજીક બાજકોટ ગામે આવેલ દેવરાજ ગામમાં ભાદરવી બીજ નિમિત્તે ભજન ભંડારો સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા
- આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શન માટે આવ્યા હતા
પ્રકાશ પંડ્યા, ગુરુવાર, મોડાસા
મોડાસા નજીક દેવરાજ ધામ ખાતે રામદેવજી મંદિર આવેલ છે અને ભવિષ્યવેતા દેવાયત પંડિત નું સમાધિ સ્થાનક છે દર વર્ષે આ મંદિરમાં ભાદરવી બીજનો નેઝા મહોત્સવ ઉલ્લાભેર ઉજવવામાં આવે છે આ વર્ષે ગુરુવારે ભાદરવી બીજ નિમિત્તે હર્ષોઉલાશ સાથે ઉજવણી કરાઈ હતી
આઠ પોર ભજન, ભંડારો તેમજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો બીજ નિમિત્તે રાખવામાં આવ્યા હતા. ભક્તોએ દેવરાજ મંદિરના મહંત ધનેશ્વર ગિરિ બાવજી ના દર્શન કર્યા હતા જ્યારે મોટી સંખ્યામાં ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો દિવસે અને રાત્રે ભજન સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
Embed Instagram Post Code Generator