- સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ડેમો ઓવર ફલો, બનાસના ડેમો ખાલીખમ
- દાંતીવાડા ડેમમાં માત્ર 15 ટકા તો સીપુ ડેમમાં માત્ર 3 ટકા પાણી બચ્યું
ગુજરાતમાં એક બાજુ પૂરનો પ્રકોપ તો બીજી બાજુ મેઘરાજાની જોવાતી રાહ, બનાસકાંઠામાં આ વર્ષે નહિવત વરસાદ, ડેમ ખાલીખમ
ગુજરાતમાં એક તરફ જળબંબાકારની સ્થિતિ છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ અને મધ્યમાં ડેમો ઓવર ફલો થયા છે તો બીજી તરફ બનાસકાંઠામાં લોકો તરસી આંખે મીટ માંડીને બેઠા છે. મુક્તેશ્વર ડેમમાં એક ટીપુ પણ પાણી આવ્યું નથી અને ડેમના તળિયા દેખાયા છે, ત્યારે જો આ ડેમોમાં પાણી ન આવે તો આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની પરિસ્થિતિ ચિંતાજનક બની શકે છે.રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો
દાંતીવાડા મુક્તેશ્વર અને શિપુ ડેમમાં એક ટીપું પણ પાણી આવ્યું નથી
બનાસકાંઠામાં આ વર્ષે નહિવત વરસાદ પડ્યો છે અને જેને કારણે ચિંતાજનક પરિસ્થિતિ ઉભી થઈ છે, ઉપરવાસમાં પણ વરસાદ ન પડવાને કારણે બનાસ નદીમાં પણ પાણી આવ્યા નથી અને બનાસકાંઠાની જીવા દોરી સમાન ગણાતા દાંતીવાડા મુક્તેશ્વર અને શિપુ ડેમમાં એક ટીપું પણ પાણી આવ્યું નથી. બનાસકાંઠા પાલનપુર વડગામ દાતા અમીરગઢ તાલુકાઓ માત્ર વરસાદ પર આધારિત છે અને મુક્તેશ્વર ડેમમાંથી જે પાણી આવે છે, તેમાંથી સિંચાઈનું પાણી મળી રહે છે.
ના માત્ર ખેતી માટે પણ અહીથી પીવાના પાણીની પણ વ્યવસ્થા થાય છે, સીપુ ડેમમાંથી 40 જેટલા ગામડાઓમાંથી કેનાલ દ્વારા સિંચાઈનું પાણી જ્યારે 70 જેટલા ગામડાઓ અને સિદ્ધપુર શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે, પરંતુ આ વખતે ચિંતા એ છે કે મુક્તેશ્વર ડેમમાં પાણી આવ્યું નથી. હવે પાણીનો જથ્થો માત્ર 7 ટકા બચ્યો છે અને જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે સાથે સાથે લોકોની ચિંતા વધી છે એટલે કે જો પાણી ન આવે તો કફોડી પરિસ્થિતિ થાય. તો આ ઉપરાંત વાવ થરાદ સુઈગામ ભાભર દિયોદર લાખણી આ તાલુકાઓમાં નર્મદાની કેનાલ પસાર થાય છે અને ત્યાં પાણીની વ્યવસ્થા છે એટલા માટે ત્યાં ચિંતા નથી, પરંતુ ધાનેરા ડીસા દાંતીવાડા અને કાંકરેજ આ તાલુકાઓ દાંતીવાડા અને સીપુ ડેમ પર આધારિત છે. જોકે દાંતીવાડા ડેમમાંથી 70 જેટલા ગામડાઓમાં કેનાલ થકી સિંચાઈનું પાણી પહોંચે છે તો ડીસા શહેર અને 300 જેટલા ગામડાઓમાં પીવાના પાણીનો જથ્થો પણ પૂરો પાડે છે.
દાંતીવાડા ડેમમાં માત્ર 15 ટકા પાણી બચ્યું
સીપુ ડેમમાંથી 40 જેટલા ગામડાઓમાંથી કેનાલ પસાર થાય છે, ત્યારે ધાનેરા શહેર અને 100 જેટલા ગામડાઓમાં પીવાનું પાણી પૂરું પડી રહે છે. પરંતુ દાંતીવાડા ડેમમાં માત્ર 15 ટકા પાણી બચ્યું છે તો સીપુ ડેમમાં માત્ર 3 ટકા પાણી બચ્યું છે. ચોમાસાની સિઝનનું ટીપું એ પાણી ના આવતા હવે પરિસ્થિતિ બની છે એટલે જો ડેમ ન ભરાય તો ખેડૂતોની હાલત કફોડી થવાની અને આગામી સમયમાં પીવાના પાણીની પણ સમસ્યા ઊભી થવાની છે. તો, વડગામ, દાંતા, અમીરગઢ, પાલનપુર, ડીસા, ધાનેરા, કાંકરેજ, તાલુકાઓ સીપુ અને દાંતીવાડા ડેમના પાણી પર આધારિત છે, ત્યારે ડેમમાં પાણી ન આવવાથી સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા પણ ઉભી થઈ શકે છે એટલે બનાસકાંઠાની પરિસ્થિતિ એવી થઈ છે કે લોકો તરસી આંખે ડેમને જોઈ રહ્યા છે અને કુદરત પણ નારાજ છે અને સરકાર પણ નારાજ છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો