District

પુરષોતમ રૂપાલાના નિવેદનથી દહેગામ યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

પુરષોતમ રૂપાલાના નિવેદનથી દહેગામ યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

- આ વિવાદ વધુ વકરે નહીં અને વિરોધનો વંટોળ ઉભો ના થાય તે માટે રૂપાલા હરકતમાં આવ્યા હતા
- બે હાથ જોડીને સમાજની માફી માગી હતી

દહેગામ, બુધવાર 

  કેન્દ્રીય પ્રધાન પુરષોતમ રૂપાલાએ રાજકોટમાં જાહેર મંચ પરથી એક નિવેદન આપ્યું હતું કે, રાજા રજવાડાઓએ અંગ્રેજો સાથે વ્યવહાર કર્યો, અને રૂખી સમાજ પર દમન ગુજાર્યું. રૂપાલાએ દાવો કર્યો મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કર્યા હતા. જોકે દમન સામે રૂખી સમાજે નહોતો ધર્મ બદલ્યો કે નહોતો વ્યવહાર કર્યો. ત્યારે આ વિવાદિત નિવેદનને લઈને યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન દહેગામ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  પુરષોત્તમ રૂપાલા દ્વારા રાજકોટ ખાતે જાહેર સભામાં ક્ષત્રિય સમાજ રાજા મહારાજાના રોટી બેટી વ્યવહાર અંગ્રેજો સાથે હતા તેવું નિવેદન આપેલ હતું. જેનાથી સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે. તે અનુસંધાને દહેગામ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું. તેમજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે અરજી આપી જેની વિરુદ્ધ તમામ કાર્યવાહી સત્વરે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન દહેગામ તથા દહેગામ તાલુકા સમગ્ર ક્ષત્રિય સમાજની માંગ છે.

  રૂપાલાએ આરોપ લગાવ્યો હતો કે અંગ્રેજોના કાળમાં સૌથી વધુ દમનનો શિકાર રૂખી સમાજ બન્યો હતો. તો રાજવીઓને લઇને આપવામાં આવેલા રૂપાલાના નિવેદન બાદ રાજપૂત સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો.ત્યારે આ વિવાદ વધુ વકરે નહીં અને વિરોધનો વંટોળ ઉભો ના થાય તે માટે રૂપાલા હરકતમાં આવ્યા હતા અને બે હાથ જોડીને સમાજની માફી માગી હતી. રૂપાલાએ સ્પષ્ટતા કરી કે તેમનો ઇરાદો કોઇ સમાજ કે વ્યક્તિની લાગણી દુભાવવાનો નહોતો. તેમ છતાં જો નિવેદનથી કોઇની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું દિલગીર છું. રૂપાલાએ માફી માગવા સાથે આ વિવાદને અહીં જ પૂર્ણ કરવાની પણ વિનંતી કરી. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

પુરષોતમ રૂપાલાના નિવેદનથી દહેગામ યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું