District

નાંદોલ સેવા સહકારી મંડળીના ગોડાઉન નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

નાંદોલ સેવા સહકારી મંડળીના ગોડાઉન નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

- બાઈક સવાર ત્રણેય યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી 
- દહેગામ પોલીસે ઇનોવા કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

દહેગામ, શનિવાર 

  દહેગામ નજીક નાંદોલ રોડ પર ગત રાત્રે ત્રણ યુવાન મિત્રો એક બાઈક પર સવાર થઈને નાંદોલ તરફ ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે સેવા સહકારી મંડળીના ગોડાઉન નજીક ઇનોવા કાર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર ત્રણેય યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાંથી એક યુવાનનું સારવાર દરમિયાન મોત તેમજ અન્ય બે યુવાનોને શરીરે ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આથી દહેગામ પોલીસ સ્ટેશને કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાઈ છે.

  દહેગામ શહેરમાં રહેતા કેતનભાઇ ભીખાભાઈ શર્મા,મેહુલ વાઘેલા તેમજ હિરેન બાબુભાઈ ભોઈ નામના ત્રણ મિત્રો એક બાઈક પર સવાર થઈ નાંંદોલ ખાતે ગયા હતા. ત્યારે નાંદોલ સેવા સહકારી મંડળીના ગોડાઉન નજીક ઇનોવા કાર વચ્ચે બાઈકની ટક્કર થતા ત્રણેય યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી કેતન ભીખાભાઈ શર્માનું સારવાર બાદ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેઓને વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ દહેગામ પોલીસને કરાતા પોલીસે ઇનોવા કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

નાંદોલ સેવા સહકારી મંડળીના ગોડાઉન નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત