District
RSS દ્વારા સરગાસણ ખાતે વિજયાદશમી ઉત્સવ નિમિત્તે પંથ સંચલન- સાર્વજનિક કાર્યક્રમ યોજાયો
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
16, October 2023
- વિજયાદશમીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ- RSSના સ્થાપના દિવસ તરીકે પણ દેશભરમાં મનાવવામાં આવે છે
- સરગાસણ વિસ્તારના 103 સ્વયંસેવકો પંથ સંચલનમાં સહભાગી થયા
ગાંધીનગર, સોમવાર
વિજયાદશમી એટલે RSSનો 98મો સ્થાપના દિવસ. જેના ભાગરૂપે ગાંધીનગર શહેરમાં RSS દ્વારા શાન્તમ પાર્ટી પ્લોટ, સરગાસણ નગર ખાતે વિજયાદશમી ઉત્સવ નિમિત્તે તા. 15 ઓક્ટોબર રવિવારના રોજ સાંજે 4.00 કલાકે ઘોષ- બેન્ડ સાથે પંથ સંચલન- પરેડ અને સાર્વજનિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરગાસણ અને આજુબાજુના વિસ્તારના બાળ- તરૂણ સહિત 103 સ્વયંસેવકો સંઘના ગણવેશમાં સહભાગી થયા હતા.વિજયાદશમી'-દશેરા એટલે માં શક્તિનું પર્વ, અસત્ય પર સત્યનો વિજય આ ઉપરાંત વિજયાદશમી એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ- RSSના સ્થાપના દિવસ તરીકે પણ દેશભરમાં મનાવવામાં આવે છે.
આ ઉપરાંત સાંજે 5.00 કલાકે નગરજનો માટે સાર્વજનિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દંડ, યોગ, પ્રહાર, સમતા, વ્યાયામ, યોગ, આસનો જેવા વિવિધ પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા. આ સાર્વજનિક કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે રેડીયન્ટ સ્કૂલના પ્રમુખ પી એમ વામજા તેમજ મુખ્ય વક્તા તરીકે RSS ગાંધીનગર વિભાગના સંઘ ચાલક પ્રકાશભાઈ પરમારે વિજયાદશમી ઉત્સવ સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સરગાસણ નગર વિસ્તારના નાગરિકો તેમજ સ્વંયસેવકોએ પરંપરાગત રીતે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન પણ કર્યું હતું. ગાંધીનગર પ્રચાર વિભાગ દ્વારા રાષ્ટ્ર ભક્તિ,બાળ સંસ્કાર, મહાપુરુષોના જીવન ચરિત્ર, ભારતીય રમતો વગેરે પુસ્તકો વેચાણ માટેનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો જેનો મહત્તમ નાગરિકો લાભ લીધો હતો તેમ, RSS ગાંધીનગર શહેર વિસ્તારના સંઘ ચાલક શંકરભાઈ ચાવડાએ જણાવ્યું હતું.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો