- બાઈક ચાલકે પોતાનું બાઇક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રાહદારી યુવાનને ટક્કર મારી હતી
- આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનનું મોત નિપજતા દહેગામ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
દહેગામ, બુધવાર
સાણોદા- હાલીસા રોડ ઉપર બાઈકની ટક્કરથી રાહદારી યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. બાઈક ચાલકે પોતાનું બાઇક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રાહદારી યુવાનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનનું મોત નિપજતા દહેગામ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
ગાંધીનગરના મગોડી રાજપૂતવાસમાં રહેતા શૈલેષસિંહ કેશરીસંહ રાણા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમના ચાર ભાઈ બહેન પૈકી પોપટજી પાંચેક દિવસથી તેની સાસરી સાણોદા ગામે રહેવા ગયો હતો. ગઈકાલે શૈલેષસિંહ સાંજના સમયે રીક્ષામાં ચિલોડાથી ગાંધીનગર પેસેન્જરમાં લઈને ફરતા હતા.એ વખતે સાડા સાતેક વાગે તેમના મામાએ ફોન કરીને પોપટજીને હાલીસા રોડ ઉપર અકસ્માત થયો હોવાની જાણ કરી હતી. જેનાં પગલે શૈલેષસિંહ તાત્કાલિક સાણોદા જવા માટે રવાના થઈ ગયા હતા. ત્યારે સાણોદા- હાલીસા રોડ ઉપર ભીડ જોઈને શૈલેષસિંહ રોકાઈ ગયા હતા. અને જોયેલ તો તેમનો નાનો ભાઈ પોપટજી રોડ ઉપર ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો. જેનાં નાકના ભાગેથી લોહી વહી રહ્યું હતું.ત્યારે જાણવા મળેલ કે, પોપટજી રોડ ઉપરથી પસાર થઈ રહેલ એ વખતે બાઈકના ચાલકે પોતાનું બાઇક પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ટક્કર મારી હતી. જેનાં લીધે પોપટજીને ઈજાઓ થઈ હતી. જેને 108 એમ્બ્યુલન્સ મારફતે દહેગામ સરકારી દવાખાને લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો