International

ક્રિસ ગેઈલને મળ્યા પછી લોકોએ વિજય માલ્યાને ઉગ્ર રીતે ટ્રોલ કર્યા; એક યુઝરે લખ્યું- ઘર આજા પરદેશી, તેરા દેશ બુલાએ રે... 

ક્રિસ ગેઈલને મળ્યા પછી લોકોએ વિજય માલ્યાને ઉગ્ર રીતે ટ્રોલ કર્યા; એક યુઝરે લખ્યું- ઘર આજા પરદેશી, તેરા દેશ બુલાએ રે... 

- RCBના પૂર્વ બોસ વિજય માલ્યાએ 'યુનિવર્સ બોસ' ક્રિસ ગેલ સાથે એક તસવીર શેર કરી છે
- માલ્યાએ ટ્વીટ કરીને ક્રિસ ગેલને પોતાનો સારો મિત્ર ગણાવ્યો છે
- લોકોએ કહ્યું- અમારા પૈસા ક્યારે પાછા આપશો ?

ઇંગ્લેન્ડ, ગુરુવાર 

   વિશ્વના સૌથી વિસ્ફોટક T20 બેટ્સમેનમાંથી એક ક્રિસ ગેલ આ દિવસોમાં ક્રિકેટથી દૂર છે.ગેઈલ હાલમાં વેકેશન માણી રહ્યો છે.દરમિયાન, ઇન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ માલિક વિજય માલ્યા તાજેતરમાં કેરેબિયન ક્રિકેટના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલને મળ્યા હતા. ભારતમાં ભાગેડુ જાહેર કરાયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાએ બુધવારે વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટ સ્ટાર ક્રિસ ગેલ સાથેની એક તસવીર શેર કરતા લખ્યું, “મારા સારા મિત્ર ક્રિસ્ટોફર હેનરી ગેલ ધ યુનિવર્સ બોસને મળીને આનંદ થયો.જ્યારથી મેં તેને આરસીબીમાં સામેલ કર્યો છે ત્યારથી ખૂબ જ સારી મિત્રતા છે. માલ્યા દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું ત્યારથી આ ટ્વીટને 42,000 થી વધુ 'લાઇક્સ' અને 1800 રીટ્વીટ મળી છે.જોકે, ટ્વિટર યુઝર્સ વિજય માલ્યાને ટ્રોલ કરવામાં જરાય ડરતા નથી.ઘણા યુઝર્સ તેને ભારત પરત ફરવાની સલાહ આપી રહ્યા છે.  માલ્યાએ જ્યારે આ ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો. તો જોરદાર ટ્રોલ થવા લાગ્યો. લોકો તેમની પાસેથી પૈસા માગવા લાગ્યા. 

   એક યુઝરે લખ્યું- પૈસા ક્યારે આપીશ તું? તે મારી પાસેથી 2 રૂપિયા ઉધાર લીધા હતા. યાદ છે જ્યારે તું દેશ છોડીને ભાગી ગયો હતો ત્યારે મેં તને 2 રૂપિયાવાળા બિસ્કિટ આપ્યા હતા, પૈસા આપી દે. જ્યારે એક યુઝરે લખ્યું- શું ભાઈ, તને પણ લૂંટીને ભાગવાનો છે. યુઝરનો ઈશારો ક્રિસ ગેલ તરફ હતો, જે માલ્યાને મળીને ખુશ જોવા મળતો હતો. અક્કુ નામના એક યુઝરે વિજય માલ્યા અને ક્રિસ ગેલને ટેગ કરીને લખ્યું- દાદાજી, અય્યાશી બંધ કરો અને મારા એકાઉન્ટમાં પૈસા નાખો. કિશલય ઝા નામના એક યુઝરે વિજય માલ્યા અને ક્રિસ ગેલની સાથે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને ટેગ કરતાં લખ્યું- એક સમયના તારા બેસ્ટ ફ્રેન્ડ SBIને પણ મળી લે.

 

   ક્રિસ ગેલ IPLમાં પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમનો ભાગ હતો. વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ અને ક્રિસ ગેલની જોડીએ RCBને ઘણા મેચમાં જીત અપાવી હતી. જોકે તેઓ કયારેય ટીમને ચેમ્પિયન ન બનાવી શક્યા. વિજય માલ્યા લગભગ 9,000 કરોડ રૂપિયાના ફ્રોડના મામલે ભારતમાં વોન્ટેડ છે. આ મામલો હવે બંધ થઈ ગયેલી કંપની કિંગફિશર એરલાઈન્સને આપેલી લોન સાથે જોડાયેલો છે. વિજય માલ્યાની પર મની લોન્ડરિંગ અને લોનની રકમનો ફ્રોડ કરવાનો આરોપ છે, જેને લઈને એક યુઝરે ગેલની સાથે માલ્યાના ફોટા પર કમેન્ટ લખી- શું ભાઈ, તને પણ લૂંટીને ભાગવાનો છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

ક્રિસ ગેઈલને મળ્યા પછી લોકોએ વિજય માલ્યાને ઉગ્ર રીતે ટ્રોલ કર્યા; એક યુઝરે લખ્યું- ઘર આજા પરદેશી, તેરા દેશ બુલાએ રે...