District

જૂનાગઢમાં લીલી પરિક્રમાને લઈ તૈયારીઓ તેજ, રેલવેએ શરૂ કરી સ્પેશિયલ ટ્રેન 

જૂનાગઢમાં લીલી પરિક્રમાને લઈ તૈયારીઓ તેજ, રેલવેએ શરૂ કરી સ્પેશિયલ ટ્રેન 

- 12થી 15 નવેમ્બર દરમિયાન ગિરનાર લીલી પરિક્રમા  

- પુણ્યનુ ભાથુ બાંધવા માટે લાખો ભાવિકો માટે ઉમટી પડે છે. 
 

જૂનાગઢ, શનિવાર

  જૂનાગઢમાં લીલી પરિક્રમાને લઈ તૈયારીઓ તેજ અંતિમ તબક્કામાં પહોંચી છે. આપને જણાવીએ કે આગામી 12થી 15 નવેમ્બર દરમિયાન ગિરનાર લીલી પરિક્રમા થનારી છે. ગરવા ગિરનાર પરિક્રમમાં પુણ્યનુ ભાથુ બાંધવા માટે લાખો ભાવિકો માટે ઉમટી પડે છે. આ પરિક્રમા ગિરનાર અભયારણ્ય વિસ્તાર હોવાથી અને પ્રકૃતિને નુકસાન ન પહોંચે તે માટે શ્રદ્ધાળુઓએ વિશેષ નિયમો પાલન કરવાનું રહે છે.સાથે સાથે રેલવે દ્રારા પણ સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે,જેમા પરિક્રમમાં જતા મુસાફરો માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો

  અગિયાર નવેમ્બરથી મીટરગેજ વિભાગમાં અમરેલી-જૂનાગઢ વચ્ચે પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.ભાવનગર ડિવિઝનના મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે જૂનાગઢમાં યોજાનાર પરિક્રમા મેળા માટે 11.11.2024 થી 17.11.2024 સુધી મીટરગેજ વિભાગમાં અમરેલી-જૂનાગઢ-અમરેલી “પરિક્રમા મેળો સ્પેશિયલ” ચલાવશે.જેમાં અમરેલીથી જૂનાગઢ જતી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન અમરેલીથી સવારે 09:00 કલાકે ઉપડશે અને બપોરે 12:40 કલાકે જૂનાગઢ પહોંચશે. તેવી જ રીતે જૂનાગઢથી અમરેલી જતી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી 3.30 કલાકે ઉપડી 7.30 કલાકે અમરેલી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર, જેતલવડ, ભાડેર, ધારી, ચલાલા અને અમરેલી પરા સ્ટેશન પર ઉભી રહેશે.

અમરેલીથી જૂનાગઢ ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય 
અમરેલી પરા (09.06/09.07), ચલાલા (09.33/09.34), ધારી (09.54/09.55), ભાડેર (10.15/10.16), જે. (10.36/10.37), વિસાવદર (10.53/11.15), જુની ચાવંડ (11.28/11.29), બિલખા (11.44/11.45) અને તોરણીયા (11.53/11.54).

જૂનાગઢથી અમરેલી જતી ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય  
તોરણિયા (15.53/15.54), બિલખા (16.04/16.05), જુની ચાવંડ (16.20./16.21), વિસાવદર (16.350.54). ), જેતલવાડ (17.06/17.07), ભાદર (17.27/17.28), ધારી (17.48/17.49), ચલાલા (18.23/18.24) અને અમરેલી પરા (18.54/18.55).

આપને જણાવીએ કે મધ્યયુગમાં લાંબા ગાળા સુધી પરિક્રમા બંધ રહેલી તે કાળમાં સોમનાથ ઉપર અનેક આક્રમણો થયા હતા અને જૂનાગઢ-સોમનાથ તરફ જવાના મુખ્ય માર્ગમાં જૂનાગઢ આવતું હોવાના કારણે પરિક્રમા બંધ થઈ ગઈ હતી. જે ઈસવીસન 1864માં જૂનાગઢના દિવાન અનંતજી અમરચંદ વસાવડા હતા. તેમણે આ ગિરનારની લીલી પરિક્રમા ફરી શરૂ કરાવી હતી એવું કહેવાય છે. ત્યારબાદ તેમાં સમયાંતરે પરિવર્તન આવ્યા અને વર્ષો પછી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કાર્તિક માસમાં શરૂ થઈ.  

ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 

અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

જૂનાગઢમાં લીલી પરિક્રમાને લઈ તૈયારીઓ તેજ, રેલવેએ શરૂ કરી સ્પેશિયલ ટ્રેન