Gujarat

સુરતમાં GST વિભાગની કાર્યવાહી,  200થી વધુ ખાતા સિઝ કર્યા

સુરતમાં GST વિભાગની કાર્યવાહી,  200થી વધુ ખાતા સિઝ કર્યા

-  અંદાજે 200 જેટલાં વેપારીઓના એકાઉન્ટ સિઝ કરી દેવાયા 
-  કેટલાંક કેસમાં તો વેપારીએ ટેક્સ ભર્યો હોવા છતાં એકાઉન્ટ સિઝ થયા છે 

સુરત, મંગળવાર 

   સુરતમાં GST વિભાગે વેપારીઓ ફરતે ગાળિયો કસયો છે. અનેક વેપારીઓના એકાઉન્ટ સિઝ કરવામાં આવી રહ્યા છે અને અંદાજે 200 જેટલાં વેપારીઓના એકાઉન્ટ સિઝ કરી દેવાયા છે,  વેપારીઓએ સમય અવધિ બાદ પણ ટેક્સ ભર્યો નથી તેઓ જ મોટાભાગે નિશાના પર છે. નોટિસ આપ્યા બાદ પણ ટેક્સ ન ભરાતો હોય તેવા કેસમાં પણ એકાઉન્ટ સિઝ કરવામાં આવી રહ્યા છે. વેપારી અને ટેક્સ કન્સલ્ટન્ટ સૂત્રો કહે છે કે ધંધાકીય ટ્રાન્ઝેકશન ધરાવતા બેન્ક એકાઉન્ટ સિઝ થવાના લીધે વેપાર પણ અટવાયો છે.

   હજી લિસ્ટ લાંબી હોવાનું વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. કેટલાંક કેસમાં તો વેપારીએ ટેક્સ ભર્યો હોવા છતાં એકાઉન્ટ સિઝ થયા છે જો કે, રજૂઆત બાદ વેપારીને રાહત પણ મળી છે. ટેક્સ કન્સલ્ટન્ટ પ્રશાંત શાહ કહે છે કે ટેક્સ કલેકશન માટે હાલની કાર્યવાહી થઈ છે. વેપારીઓએ ટેક્સ ભરવામાં તકેદારી રાખવાની જરૂર છે. કેટલાંક વેપારી GST વિભાગમાં જે ખાતાની વિગતો આપે છે તે સિવાયના પણ એકાઉન્ટ ચલણમાં રાખતા હોય છે પરંતુ તેની માહિતી વિભાગને અપાતી નથી. એકાઉન્ટ સિઝ થવાની સ્થિતિમાં બીજા એકાઉન્ટ વેપારીને કામ લાગતા હોય છે. પરંતુ હાલ વેપારીઓના પાનકાર્ડ-આધારકાર્ડ અને GST નંબર પણ એટેચ કરાઇ રહ્યા હોય વેપારીઓ માટે વિભાગથી એકાઉન્ટની માહિતી છુપાવવી પણ સરળ નથી. પોર્ટલ પર બે એકાઉન્ટની માહિતી આપવાની હોય છે. સૂત્રો કહે છે કે પાનકાર્ડના લીધે હવે વેપારી બીજાના નામે જ એકાઉન્ટ ખોલાવીને તે ઓપરેટ કરી રહ્યા છે તેવા કિસ્સા પણ બન્યા છે.

 

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
 

સુરતમાં GST વિભાગની કાર્યવાહી,  200થી વધુ ખાતા સિઝ કર્યા