Sports

રાજસ્થાન રોયલ્સે એકતરફી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું

રાજસ્થાન રોયલ્સે એકતરફી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું

- મુંબઈ દ્વારા આપવામાં આવેલા 126 રનના લક્ષ્યને રાજસ્થાને 15.3 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું

- કેપ્ટન હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 34 રન બનાવ્યા જ્યારે તિલક વર્માએ 32 રનનું યોગદાન આપ્યું હતું

મુંબઇ, મંગળવાર 

  IPLની 14મી મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું હતું. મુંબઈ દ્વારા આપવામાં આવેલા 126 રનના લક્ષ્યને રાજસ્થાને 15.3 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. મુંબઈ દ્વારા આપવામાં આવેલા 126 રનના લક્ષ્યને રાજસ્થાને 15.3 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું.ટીમ વતી રિયાન પરાગે શાનદાર બેટિંગ કરી અને 54 રનની અણનમ ઇનિંગ રમી. રાજસ્થાનની આ સતત ત્રીજી જીત છે, જ્યારે મુંબઈની ત્રીજી હાર છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  આ પહેલા પોતાના હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 125 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી કોઈ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહોતી.ટીમ તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 34 રન બનાવ્યા જ્યારે તિલક વર્માએ 32 રનનું યોગદાન આપ્યું. બોલિંગમાં રાજસ્થાન તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલા MIની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. બોલ્ટે પ્રથમ ઓવરમાં જ રોહિત શર્મા અને નમન ધીરને પેવેલિયન મોકલી દીધા હતા. તેણે ત્રીજી ઓવરમાં ડેવાલ્ડ બ્રેવિસને આઉટ કર્યો હતો. ત્રણેય ગોલ્ડન ડકનો શિકાર બન્યા હતા. ઇશાન કિશન (16) મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. મુંબઈની ખરાબ હાલતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર 20ના સ્કોર પર ચાર વિકેટ પડી ગઈ હતી. આ પછી હાર્દિક અને તિલકે પાંચમી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી અને વિકેટ પડતી અટકાવી. ચહલે 10મી ઓવરમાં હાર્દિક અને 14મી ઓવરમાં તિલકનો શિકાર કર્યો હતો. ટિમ ડેવિડ (17) કોઈ છાપ છોડી શક્યો ન હતો. પિયુષ ચાવલા માત્ર 3 રન બનાવી શક્યો હતો. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

રાજસ્થાન રોયલ્સે એકતરફી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું