Gujarat

રૂપાલાના નિવેદનને લઈ રાજેન્દ્રસિંહ રાણા નારાજ : કહ્યું- 'આપણી આન,બાન અને સાન સમાન માતૃશક્તિ અંગે જે ટિપ્પણી કરી એ આપણા હ્રદયમાં સોંસરવી ઊતરી ગઈ' 

રૂપાલાના નિવેદનને લઈ રાજેન્દ્રસિંહ રાણા નારાજ : કહ્યું- 'આપણી આન,બાન અને સાન સમાન માતૃશક્તિ અંગે જે ટિપ્પણી કરી એ આપણા હ્રદયમાં સોંસરવી ઊતરી ગઈ' 

- રૂપાલાના નિવેદનના વિરોધમાં વિશાળ સંમેલન યોજાયું
- ભાવનગરમાં યોજાયેલા સંમેલનમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા

ભાવનગર, મંગળવાર 

  પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી બાદ શરૂ થયેલો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો છે. ભાવનગરના પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ પણ આજે ભાવનગરમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં રૂપાલાના નિવેદનને લઈ દુઃખ વ્યકત કર્યું હતું.  રાજેન્દ્રસિંહ રાણાએ કહ્યું હતું કે, 'આપણી આન,બાન અને સાન સમાન માતૃશક્તિ અંગે જે ટિપ્પણી કરી એ આપણા હ્રદયમાં સોંસરવી ઊતરી ગઈ છે'. રૂપાલાએ ટિપ્પણી કરી છે એના કારણે આપણા સમાજની લાગણી દુભાણી છે અને રોષ ઉત્પન્ન થયો છે. એટલે આપણે આંદોલનના માર્ગે છીએ. ભાવનગરમાં યોજાયેલા સંમેલનમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  આજે ભાવનગરના ગરાસિયા ખાતે ક્ષત્રિય સમાજનું એક વિશાળ સંમેલન યોજાયું હતું. જેમાં ક્ષત્રિય સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, ભાવનગર ભાજપના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સહિતના વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ક્ષત્રિય સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે કહ્યું હતું કે, જો રૂપાલાને રાજકોટ બેઠક પરથી દૂર કરવામાં નહીં આવે તો 26 બેઠકો પર અસર થશે અને આવનારા સમયમાં ભાજપે આનું પરિણામ ભોગવવું પડશે.

  ગુજરાત ભાજપના એક સમયના દિગ્ગજ નેતા, ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા પણ ભાવનગરમાં મળેલા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજેન્દ્રસિંહે કહ્યું હતું કે, રૂપાલા સાથે મારે 25 વર્ષ જૂની મિત્રતા છે. તેમના દ્વારા ક્ષત્રિય સમાજ અંગે જે નિવેદન કરવામાં આવ્યું તેનાથી મને દુઃખદ આશ્ચર્ય થયું છે. આપણી આન, બાન,શાન સમાન માતૃશક્તિ અંગે જે ટીપ્પણી કરી તે આપણા હ્રદયમાં સોંસરવી ઉતરી ગઈ છે. જેના કારણે રોષ પેદા થયો છે અને આપણે આંદોલનના માર્ગે છીએ.વધુમાં જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ પરાપૂર્વથી દેશની પરંપરા, ઈતિહાસ અને સંસ્કૃતિનો રખેવાળ રહ્યો છે. આજે છે અને આવનારા ટાઈમમાં રહેવાનો છે. આપણે ઈશ્વરદત મળેલી જવાબદારી છે. સમાજ આજે જે આંદોલનના માર્ગે છે. સંકલન સમિતિ આખી પરિસ્થિતિની આંકલન કરી જે નિર્ણય લેશે તે આપણે બધાને મંજૂર રહેશે. સુખદ પરિણામ સૌને મળે.

  ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલે પણ સોમવારે રૂપાલાના નિવેદનને લઈ નારાજગી વ્યકત કરી હતી. પરસોત્તમ રૂપાલા જેવા સિનિયર નેતા દ્વારા જે શબ્દો કહેવામાં આવ્યા છે તેનાથી દુઃખ થયું છે. તેને લઈને ગુસ્સો પણ રહેશે અને વિરોધ પણ થશે. આપણા ઘરે આપણી બેટી એટલે સુરક્ષિત અને સલામત હતી અને આપણે જમવા માટે રોટલી એટલે હતી કે, યુદ્ધ ભૂમિમાં રાજપૂતો અને મહારાજાઓ બલિદાન આપતા હતા. વધુમાં જણાવ્યું હતું કે, મેં રાજપૂત સમાજના યુવાનો સાથે વાત કરી છે તો તેઓનું માનવું છે કે, ભાજપમાં જેટલા રાજપૂત સમાજના વ્યકિતઓ છે તે રાજપૂત નથી રહ્યા 'ભાજપૂત' થઈ ગયા છે. પહેલા ભાજપ પછી રાજપૂત. એ ખોટી વાત છે. સમાજ પહેલા આવવો જોઈએ પછી પક્ષ આવવો જોઈએ. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો