District

અમદાવાદમાં સગા દીકરાએ માતાને લોહીલુહાણ કરી નાંખી

અમદાવાદમાં સગા દીકરાએ માતાને લોહીલુહાણ કરી નાંખી

- વહુએ જાનથી મારી નાંખવાની ધમકી આપી

- પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી 

અમદાવાદ, શુક્રવાર  

  આપણા સમાજમાં એક કહેવત છે કે છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર ક્યારેય ના થાય. આજે એક એવા કુપુત્રની ઘટના સામે આવી છે જેમાં તેણે મા બાપને માર મારીને ઘરમાંથી કાઢી મુક્યાં છે. વૃદ્ધ માતા પિતા પુત્રના મારની બીકથી કેટલીક વખત ઘર છોડીને જતા રહ્યાં હતાં પરતુ તેમને કોણ રાખશે એ જાણીને તેઓ ફરીવાર ઘરે આવી જતા હતાં. પરંતુ તેમનો પુત્ર ઘરમાંથી કાઢી મુકવા ગુસ્સે ભરાયો હતો અને માતા પિતાને માર મારીને લોહીલુહાણ કરી નાંખ્યા હતાં. આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચતાં પોલીસે ફરિયાદ નોંધીને વઘુ કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  પ્રાપ્ત વિગતો પ્રમાણે રાણિપમાં રહેતા જયાબેન ડોડિયાએ રાણિપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પતિ નિવૃત્ત જીવન જીવે છે અને અમારો દીકરો લગ્ન બાદ કોઈ કામ ધંધો કરતો નથી અને મારા પતિના પેન્શનના પૈસા માંગે છે. અમે આપવાની ના પાડતા તે અમારી સાથે બોલાચાલી કરતો હતો. તેમજ તેની પત્ની સ્નેહાનો પક્ષ લઈને પણ ઘરમાં ઝઘડા કરતો હતો. અમે તેને અમારા ઘરમાં અલગ જગ્યા રહેવા માટે આપી છે અને અમે અલર રસોડુ કરીને રહીએ છીએ. અમારો દીકરો પૈસા માટે અમારી સાથે મારઝૂડ કરે છે. તેની પત્ની પણ અમારી સાથે મારઝૂડ કરે છે. અમે તેમના ત્રાસથી ઘરેથી નીકળી ગયા હતાં અને સુભાષબ્રીજ પાસે બેઠા હતાં. ત્યાર બાદ રાત્રે ઘરે જઈને સુઈ ગયા હતાં અને સવારે અમારા દીકરાની પત્નીએ અમારી સાથે ઝગડો કર્યો હતો. આ દરમિયાન અમારા દીકરાએ લાકડીથી મને અને મારા પતિને માર માર્યો હતો. તેણે અમને કહ્યું હતું કે, આ ઘરમાંથી બહાર નીકળી જાઓ. તેણે મારા પતિને માર મારતાં હું વચ્ચે પડી હતી જેથી તેણે મારા માથામાં લાકડીના ફટકા મારતાં લોહી નીકળવા માંડ્યું હતું. ત્યારે તેની પત્નીએ કહ્યું હતું કે, મકાન ખાલી કરીને નહીં જાઓ તો જાનથી મારી નાંખીશું. મને મારા પતિ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયાં હતાં. ત્યાંથી સીધી જ હું મારા પતિ સાથે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે આવી છું. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

અમદાવાદમાં સગા દીકરાએ માતાને લોહીલુહાણ કરી નાંખી