District

રૂપાલા વિવાદ વડોદરા પહોંચ્યો : ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરો કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લાગ્યા

રૂપાલા વિવાદ વડોદરા પહોંચ્યો : ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરો કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લાગ્યા

- મોડીરાત્રે ડભોઈના સાઠોદ ગામે જેસીબીની મદદથી બેનર લગાવવામાં આવ્યાં
- અગાઉ માંડવા ગામના રાજપૂત ફળિયામાં પણ ભાજપ વિરુદ્ધ બેનર લાગ્યાં હતાં

ડભોઈ, સોમવાર

  પુરુષોત્તમ રૂપાલા ધ્વારા સમાજ પર થયેલી ટિપ્પણીને લઈ શરૂ થયેલો વોવાદ હજુ શાંત પાડવાનું નામ લેતો નથી. રાજકોટથી શરૂ થયેલ આ વિવાદ હવે દરેક જિલ્લાઓ અને આસપાસના રાજ્યોમાં પહોંચી ચૂક્યો છે. ભાજપ રૂપાલાની ટિકિટ રદ કરવાના મૂડમાં નથી તો સામે રાજપૂત સમય આ વાતને લઈ મક્કમ છે. હવે રૂપાલા વિવાદ વડોદરા પહોંચ્યો જ્યાં તેમની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરો કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લાગ્યા છે. ગત મોડીરાત્રે ડભોઈના સાઠોદ ગામે આ બેનર જેસીબીની મદદથી લગાવવામાં આવ્યા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર 

  આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગત મોડીરાત્રે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સાઠોદ ગામે જેસીબીની મદદથી બેનર લગાવવામાં આવ્યાં છે. આ દરમિયાન મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ પર પુરુષોત્તમ રૂપાલા કરાયેલ ટિપ્પણીને લઈ વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ તાલુકાના માંડવા ગામના રાજપૂત ફળિયામાં પણ ભાજપ વિરુદ્ધ બેનર લાગ્યાં હતાં. તેમજ આગવાનો એકત્રિત થઈ પુરુષોત્તમ રૂપાલા સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને આ ચૂંટણી નહીં પરંતુ આવનાર દરેક ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે તેવું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે.

  રૂપાલા વિવાદ અંગે સ્થાનિક આગેવાને જણાવ્યું હતું કે, સાઠોદ ગામનો રાજપૂત સમાજ રૂપાલાના નિવેદનને સખત શબ્દોમાં વખોડે છે અને આજે સમાજ સહિત સાઠોદ ગામના રાજપૂત સમાજ દ્વારા ગામના સ્ટેન્ડ પર આ પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો ગામેગામ આ જ રીતે પોસ્ટરો લાગશે અને રૂપાલા વિરુદ્ધ મતદાન કરાવીશું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભાજપ વિકાસની વાતો કરે છે ત્યારે રોડ-રસ્તા પર રાજપૂત સમાજ આવ્યો છે. છતાં કેમ ન્યાય મળતો નથી. અમારી માગણી વાજબી છે. આમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ધીમેધીમે ગામડાઓ સુધી ફેલાઈ રહી છે ત્યારે આગામી સમયમાં તેનુ ભાજપને નુકસાન થશે કે એક તે તો આવનાર સમય બતાવશે પરંતુ હાલ આ મુદ્દો સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની રહેવા પામ્યો છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

રૂપાલા વિવાદ વડોદરા પહોંચ્યો : ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરો કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લાગ્યા