Gujarat

સાબર ડેરી બોર્ડ ઓફ ડીરેક્ટર ચૂંટણી : રાત ટૂંકી અને વેશ ઝાઝા, સત્તાલાલચુઓ સક્રિય થયા

સાબર ડેરી બોર્ડ ઓફ ડીરેક્ટર ચૂંટણી : રાત ટૂંકી અને વેશ ઝાઝા, સત્તાલાલચુઓ સક્રિય થયા

- રાજ્ય રજિસ્ટ્રારે ફેવિકોલની જેમ ચીપકેલા સત્તાલાલચુઓના મનસુબા ઉપર પાણી ફેરવી દીધું
- બંને જિલ્લાની મતદાર યાદીમાં નામો મંગાવવા માટે ઠરાવ પણ મગાવવામાં આવ્યા

ગાંધીનગર, સોમવાર

  સાબર ડેરીમાં બોર્ડ ઓફ ડીરેક્ટરની મુદ્દત આગામી ફેબ્રુઆરી મહિનામાં પૂરી થવા જઈ રહી છે અને એ પહેલા રાજ્ય રજિસ્ટ્રારે સૂચિત દૂધ મંડળીઓની તાત્કાલિક નોંધણી કરવાના આદેશ કર્યા બાદ સત્તાલાલચુઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ફેવિકોલની જેમ સત્તામાં ચીપકેલા સત્તાલાલચુઓને ફરીથી કોઈપણ ભોગે ચૂંટાવવું છે અને એ માટે ચૂંટણીની તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે. રાતોરાત બંને જિલ્લાની મતદાર યાદીમાં નામો પણ મંગાવવા ઠરાવ કરી દેવામાં આવ્યા છે અને ભ્રષ્ટ શાસકો કૂલડીમાં ગોળ ભાગવા માટે સક્રિય થયા છે. 

  સાબર ડેરીમાં બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં યોજાવા જઈ રહી છે અને ફરીથી મલાઈ ખાવા મળે તે માટે સત્તાલાલચુઓ સક્રિય થઈ ચૂક્યા છે. બંને જિલ્લાની દૂધ મંડળીઓ પાસેથી દિવાળી અગાઉ ઠરાવ મગાવવામાં આવ્યા હતા. બંને જિલ્લાની આશરે ૯૦૦થી વધારે દૂધ મંડળીઓને જાણ કરવામાં આવી હતી અને મતદાર યાદી માટે નામનો ઠરાવ મોકલવા કહ્યું હતું. જાે કે, આશ્ચર્યની વાત તો એ છે કે, ઠરાવ મંગાવવાની મુદત પૂરી થયા બાદ સહકારી આગેવાનોએ પોતાના જ લાગતા વળગતા મતદારોને મતદાર યાદીમાં સમાવેશ કરવાનો તખ્તો તૈયાર કરી લીધો છે.

  ચૂંટણીને લઈ સહકારી આગેવાનો સક્રિય થયા છે અને જુદા જુદા વિભાગોમાં ચૂંટણી લડવા તેમજ પોતાને જીતાડી શકે તેવા સભાસદોના નામ મતદાર યાદીમાં નોંધાવવાની કાર્યવાહી પણ પૂરી કરી દીધી છે. ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્વ થાય તે પહેલાં કહેવાતા સહકારી આગેવાનોએ તૈયારીઓ આરંભી દીધી છે અને જેના ભાગરૂપે તાજેતરમાં થોડાક સમય અગાઉ બાયડ તાલુકામાંથી દૂધ મંડળીઓના ચેરમેનથી લઈ સેક્રેટરીઓના રાજસ્થાન પ્રવાસ પણ ગોઠવાયા હતા. સાબર ડેરીની ચૂંટણીમાં પૈસા ફેંકો અને તમાશા દેખોનો ખેલ આગામી સમયમાં જાેવા મળી શકે છે અને ડીરેક્ટર તરીકે ચૂંટાવવા માટે શામ,દામ,દંડ અને ભેદની નીતિ પણ અપનાવવામાં આવશે અને નાણાની કોથળી પણ ખુલ્લી મૂકી દેવામાં આવશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

સાબર ડેરી બોર્ડ ઓફ ડીરેક્ટર ચૂંટણી : રાત ટૂંકી અને વેશ ઝાઝા, સત્તાલાલચુઓ સક્રિય થયા