District

ખોખરામાં ટ્યુશન ક્લાસમાં જતી સગીરાનું રિક્ષાચાલકે અપહરણ કરીને મોડી રાત્રે મંદિર પાસે ઉતારી નાસી ગયો

ખોખરામાં ટ્યુશન ક્લાસમાં જતી સગીરાનું રિક્ષાચાલકે અપહરણ કરીને મોડી રાત્રે મંદિર પાસે ઉતારી નાસી ગયો

- સગીરાના હાથ બાંધી મોઢા પર પટ્ટી ચોંટાડીને રિક્ષામાં બેસાડીને જદી-જુદી જગ્યાએ ફેરવી હતી
- ખોખરા પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણ, છેડતી સહિતનો ગુનો નોધીને તપાસ શરૂ કરી

અમદાવાદ, શુક્રવાર

  ખોખરામાં ધોળે દહાડે 11 વર્ષની સગીરા ચાલતી ટ્યુશન ક્લાસમાં જતી હતી તે સમયે અજાણ્યા રિક્ષા ચાલકે તેની પાસે આવીને તેનો કાઠલો પકડીને તેને રિક્ષામાં બેસાડીને હાથ બાંધીને તેમજ મોઢા પર પટ્ટી ચોંટાડીને અપહરણ કરી લીધુ હતુ. બાદમાં સગીરાને જુદી-જુદી જગ્યા પર ફેરવીને રાત્રીના સમયે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસે ઉતારીને નાસી ગયો હતો. આ અંગે સગીરાના પિતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે અપહરણ, છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.  ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  ખોખરામાં 45 વર્ષીય યુવક ખાનગી કાપડની દુકાનમાં નોકરી કરીને પરિવારનું ચલાવે છે. તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ગત 8 એપ્રિલે તેમની 11 વર્ષની પુત્રી સાંજના સમયે ટ્યુશન ગઇ હતી. અને ટ્યુશનનો સમય પૂર્ણ થયો હોવા છતા તે ઘરે ન આવતા શિક્ષિકાને ફોન કર્યો ત્યારે તેમને જણાવ્યુ કે તે આજે ટ્યુશન આવી નથી. ત્યારબાદ મોડી સાંજે પરત ઘરે આવતા તેને ટ્યુશન ન જવા અંગે પૂછતા જણાવ્યુ કે તે ઘરેથી ચાલતા ચાલતા ટ્યુશન ક્લાસીસમાં જતી હતી ત્યારે જેતુન પાર્ક પાસે પહોચી તે સમયે અજાણ્યો રિક્ષાચાલક તેની પાસે આવ્યો હતો અને કાઠલો પકડીને રિક્ષામાં બેસાડીને બંને હાથ બાંધીને મોઢા પર પટ્ટી ચોંટાડી દીધી હતી. જે બાદ રિક્ષાચાલકે મોટા અવાજે ગીતો વગાડીને પારસ પ્રોવિઝન સ્ટોર્સની ગલીમાંથી જય સોમનાથ સ્કુલ થઇને મેથોડીસ્ટ ચર્ચ તઇને રૂક્ષ્મણીબેનના દવાખાના પાસે થઇને લઇ ગયો હતો. બાદમાં ક્યાં લઇ ગયો તેની જાણ ન હતી. જે બાદ રાત્રીના સમયે રિક્ષાચાલક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસે સગીરાને ઉતારીને નાસી ગયો હતો. જે બાદ સગીરાએ જેમતેમ કરીને હાથ ખોલ્યા હતા. અને ઘરે ગઇ હતી. જે બાદ સગીરા ગભરાઇ જવાથી તેની તબિયત લથડતા સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કરી હતી. આ અંગે સગીરાના પિતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા રિક્ષાચાલક સામે અપહરણ, છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. તેમજ પોલીસે પ્રાથમિક તપાસ કરતા આવી ઘટના બની ન હોય તેવું લાગી રહ્યુ છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ખોખરામાં ટ્યુશન ક્લાસમાં જતી સગીરાનું રિક્ષાચાલકે અપહરણ કરીને મોડી રાત્રે મંદિર પાસે ઉતારી નાસી ગયો