Gujarat

એકાવન વર્ષથી અતૂટ આ દોસ્તીને સલામ : ક્રિકેટર સુનિલ ગાવસ્કરે બેમિસાલ દોસ્તી નિભાવી 

એકાવન વર્ષથી અતૂટ આ દોસ્તીને સલામ : ક્રિકેટર સુનિલ ગાવસ્કરે બેમિસાલ દોસ્તી નિભાવી 

- વર્લ્ડ કપના કારણે સુનિલ ગાવસ્કર આવી શક્યા ન હતા એ વાયદો હવે પૂરો કર્યો
- પોતાના મિત્રના નવા મકાનમાં પરિવારનો ગૃહ પ્રવેશ કરાવ્યો અને ગુજરાતી ભોજન માણ્યું

ગાંધીનગર,બુધવાર 

  યે દોસ્તી હમ નહીં તોડેંગે, તોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે...શોલે ફિલ્મનું આ ગીત સાંભળીએ ત્યારે અમિતાભ બચ્ચ અને ધર્મેન્દ્રની દોસ્તી અચૂક આંખો સામે આવી ગયા વિના રહે નહી. આવી જ દોસ્તીનો બેમિસાલ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક બે વર્ષ નહી પણ એકાવન વર્ષથી બે મિત્રોની દોસ્તી આજે પણ અતૂટ છે અને જેમાં એક મિત્ર છે એ તો ક્રિકેટના મહાન ખેલાડી એવા સુનિલ ગાવસ્કર છે. જી હા, સુનિલ ગાવસ્કર તાજેતરમાં ગુજરાતના છેવાડાના ગામના એક રાતના મહેમાન બન્યા હતા અને આ જાેઈને લોકો પણ અચંબામાં પડ્યા હતા. સુનિલ ગાવસ્કરે પોતાના મિત્રને નવા ગૃહમાં પ્રવેશ કરાવ્યો હતો અને સાથે ગુજરાતી ભોજન પણ માણ્યું હતું. 

  મિત્રતા એક એવો સંબંધ છે કે જે ભાઈથી પણ વધી જાય છે અને સગા વ્હાલા કરતા પણ વધી જાય છે. આપણે વાત કરી રહ્યા છીએ નવસારી તાલુકાના જલાલપોરના સીમલક ગામની કે જ્યાં સુનિલ ગાવસ્કર મિત્રના મહેમાન બન્યા હતા. છેક એકાવન વર્ષ પહેલાં સુનિલ ગાવસ્કર સાથે સંપર્ક થયો હતો તેવા મિત્ર સોલી આદમજીના ઘરે મહેમાન બન્યા હતા. મિત્ર દ્વારા નવું ઘર બનાવવામાં આવ્યું હતું અને જેનો ગૃહ પ્રવેશ સુનિલ ગાવસ્કર કરાવે તેવી ઈચ્છા હતી અને એ ઈચ્છા ગાવસ્કરે પૂરી કરી હતી. વન-ડે વર્લ્ડ કપ હોવાના કારણે સુનિલ ગાવસ્કર વ્યસ્ત હતા અને તેમાંથી ફ્રી પડતાં જ મિત્રના ઘરે આવી પહોંચ્યા હતા. સુનિલ ગાવસ્કરે રાત વાસો કર્યો હતો અને ગુજરાતી ભોજનનો પણ સ્વાદ માણ્યો હતો. સીમલક ગામના લોકો દ્વારા સુનિલ ગાવસ્કરનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને દોસ્તીને સલામ કરી હતી. સુનિલ ગાવસ્કરની સાદગી પણ લોકોને સ્પર્શી ગઈ હતી અને બંને મિત્રોએ ભૂતકાળના સંસ્મરણો પણ યાદ કર્યા હતા અને જૂની યાદો તાજી કરી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

એકાવન વર્ષથી અતૂટ આ દોસ્તીને સલામ : ક્રિકેટર સુનિલ ગાવસ્કરે બેમિસાલ દોસ્તી નિભાવી