- દોઢ મહિના પહેલા અઢી વર્ષનો બાળક રમતા રમતા પથ્થર ગળી ગયો હતો અને શ્વાસનળીમાં ફસાય ગયો હતો
- બાળકનું ઓક્સિજન લેવલ 70 ટકા થઈ જતા માતા-પિતા ચિંતામાં મૂકાયા હતા
- ડોક્ટરે દૂરબીન વડે જટીલ સર્જરી કરી પથ્થર બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું
રાજકોટ, શુક્રવાર
રાજકોટમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં દોઢ મહિના પહેલા અઢી વર્ષનો બાળક રમતા રમતા પથ્થર ગળી ગયો હતો અને શ્વાસનળીમાં ફસાય ગયો હતો. આ કારણે બાળકને દોઢ મહિનાથી કફ મટતો નહોતો. ધીમે-ધીમે ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું. એક સમયે બાળકનું ઓક્સિજન લેવલ 70 ટકા થઈ જતા માતા-પિતા ચિંતામાં મૂકાયા હતા અને તુરંત બાળકને રાજકોટ હોસ્પિટલ લાવ્યા હતા. રાજકોટની હોસ્પિટલમાં નિદાન કરતા પથ્થર શ્વાસનળીમાં ફસાયો હોવાનું માલુમ પડ્યું હતું. આથી ડોક્ટરે દૂરબીન વડે જટીલ સર્જરી કરી પથ્થર બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું હતું. 18 એપ્રિલે ઓપરેશન થયા પછી બાળકને હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો હતો. સંપૂર્ણ રીતે સ્વસ્થ થતાં ગઈકાલે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર