District

દહેગામની સાંદિપની ગુરુકુળ વિદ્યાલયનું છપ્પડ ફાડ પરિણામ : 25 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

દહેગામની સાંદિપની ગુરુકુળ વિદ્યાલયનું છપ્પડ ફાડ પરિણામ : 25 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

- દહેગામની સાંદિપની ગુરુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીએ બાજી મારી : શાળાનું પરિણામ પણ 100 ટકા
- 585/600 ગુણ મેળવી શાળાનો વિદ્યાર્થી પ્રજાપતિ દીપ અનિલ કુમાર જિલ્લામાં અવ્વલ

દહેગામ, શનિવાર 

  તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરી દેવાયું હતું. ત્યારે હવે આજે ધોરણ-10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. આ વર્ષનું રાજયનું કુલ 82.56 ટકા પરિણામ જાહેર થયું છે. ત્યારે ગાંધીનગર જિલ્લાનું સત્તાવાર રીતે 87.22 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે સમગ્ર રાજયમાં સૌથી વધુ પરિણામ છે. ગાંધીનગર જિલ્લામાં 608 વિદ્યાર્થીઓએ A - 1 ગ્રેડ હાંસલ કર્યો છે. જ્યારે 30 ટકાથી ઓછું 7 શાળાનું પરિણામ જાહેર થયું છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દહેગામની સાંદિપની ગુરુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીએ બાજી મારી છે વધુ એક વખત એવું સાબિત કર્યું છે કે તેમનાથી આગળ કોઈ નથી. જિલ્લામાં 608 વિદ્યાર્થીઓએ A - 1 ગ્રેડ હાંસલ છે તેમાં સાંદિપની ગુરુકુળ વિદ્યાલયના એકલા 25 વિદ્યાર્થીઓ છે. સાંદિપની ગુરુકુળ વિદ્યાલયના A1 ગ્રેડ તથા A2 ગ્રેડ મેળવનાર વિધ્યાથીઓનું પરિણામ જોવા માટે આ લિન્ક પર ટચ કરો

  આજે જાહેર થયેલા પરિણામોમાં દહેગામની સાંદિપની ગુરુકુળ વિદ્યાલયના પરિણામે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. સમગ્ર જિલ્લામાં 585/600 ગુણ મેળવી શાળાનો વિદ્યાર્થી પ્રજાપતિ દીપ અનિલ કુમાર પ્રથમ ક્રમે આવ્યો હોવાનું શાળાએ જણાવ્યું છે. તેમજ પારઘી પ્રાચી 580/600 અને પટેલ, જીલ 577/600 ગુણ મેળવી દ્વિતીય અને તૃતીય ક્રમે આવ્યા છે. શાળાના કુલ 25 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવેલ છે તથા 26 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મળેવી પરિણામની પરંપરા જાળવી છે. અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ પાસ થતાં  શાળાનું પરિણામ 100 ટકા આવ્યું છે. દહેગામ તાલુકામાં પ્રથમ 10 ક્રમાંક મેળવી સમગ્ર પંથકમાં અગ્રસ્થાન જાળવી રાખીને શાનદાર પરિણામ મેળવવા બદલ વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફને સંચાલક મંડળે અભિનંદન પાઠવ્યા છે.

  સમગ્ર રાજયમાં ધોરણ 10ના બોર્ડના રિઝલ્ટની વાત કરીએ તો આ વખતે પરિણામ 82.56 ટકા જાહેર થયું છે. આ વખતે કુલ 6,99,598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમનું પરિણામ 82.56 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્ર દાલોદ (જિલ્લો અમદાવાદ ગ્રામ્ય) 100 ટકા, તલગાજરડા (જિલ્લો ભાવનગર) 100 ટકા રહ્યા છે. જ્યારે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર રહ્યો છે. જેનું પરિણામ 87.22 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર જેનું 74.57 ટકા રહ્યું છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દહેગામની સાંદિપની ગુરુકુળ વિદ્યાલયનું છપ્પડ ફાડ પરિણામ : 25 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો