- અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું તાળું તસ્કરોએ તોડ્યું
- પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, મહત્ત્વના દસ્તાવેજો ચોરાયા હોવાની અમને શંકા
અમદાવાદ, સોમવાર
આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતે તાળાં તોડીને ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય અમદાવાદમાં ચોરી મામલે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ચેમ્બરમાંથી અગત્યના ડોક્યુમેન્ટ ચોરી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું તાળું તસ્કરોએ તોડ્યું હોવાનું સામે આવ્યું છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, મહત્ત્વના દસ્તાવેજો ચોરાયા હોવાની અમને શંકા છે. જો કે, આ મામલે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. પાર્ટી દ્વારા શેની શેની ચોરી થઈ છે તે વિગત સાથે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
આમ આદમી પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું છે કે, દિવાળી વેકેશન હોઇ મોટાભાગના કર્મચારીઓ રજા પર છે. ત્યારે કાર્યાલયની દેખભાળ કરતો કર્મચારી બપોરે કાર્યાલયને તાળું મારીને પોતાના સંબંધીને ત્યાં ગયો હતો. સાંજે 7 વાગ્યે કાર્યાલય પર પરત ફરતા પાર્ટી કાર્યાલયના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હતું. ત્યારબાદ આ કર્મચારી દ્વારા પાર્ટીના અન્ય પદાઘિકારીઓને જાણ કરાતા તેઓ કાર્યલય પર પહોંચ્યા હતા અને 100 નંબર કોલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી.વધુમાં જણાવ્યું છે કે, હાલ કાર્યાલયમાંથી શું ચોરાયું છે તેની તપાસ કરી રહ્યા છીએ. ગતરાત્રે પોલીસ કાર્યાલય પર પ્રાથમિક તપાસ કરી ગઈ છે.
ચોરીને લઈને ગુજરાત AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી કહ્યું કે, 'ગુજરાતમાં સામાન્ય માણસ તો છોડો રાષ્ટ્રીય રાજનૈતીક પાર્ટીના કાર્યાલય પણ સુરક્ષીત નથી. પૈસાની લાલચે નહિ પરંતુ પાર્ટીના મહત્વના દસ્તાવેજો અને ડેટા ચોરીના આશયથી ચોરી કરવામાં આવી છે.' સમગ્ર મામલે આજે વિગતો સાથે આમ આદમી પાર્ટી દ્વારા FIR નોંધવા માટે ફરિયાદ આપવામાં આવશે
અચાનક જ તાળું તોડી આમ આદમી પાર્ટીના કાર્યાલયમાંથી ચોરી થઈ છે. બહુ જ ગંભીર બાબત છે. આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં એવું તો કશું હશે નહીં. સ્વાભાવિક છે કે રોકડ રકમ કે સોનું ન હોય તો ચોરીની ભાવના શું હશે? પરંતુ જે રીતે મને માહિતી મળી છે એ પ્રમાણે કાર્યાલયનો બહારનો દરવાજો લોક હતો તે તોડવામાં આવ્યો, અંદર ઓફિસનો દરવાજો છે એ તોડવામાં આવ્યો, તેની ઉપર કોન્ફરન્સ રૂમ અને મારી ચેમ્બરમાં જ્યાંથી બહારથી દરવાજો લોક હતો તે તોડી એલઇડી ટીવી, અગત્યના ડોક્યુમેન્ટ્સ ચોરાઇ ગયાની શંકા છે.
વધુમાં જણાવ્યું હતું કે, અમારી સ્ટ્રેટેજીના ડોક્યુમેન્ટ હશે. ભવિષ્યના પ્લાનિંગ હશે તેના ડોક્યુમેન્ટ્સ હશે. અમે જે સ્ટ્રેટેજી બનાવવાના હોઈશું તેના ડોક્યુમેન્ટ્સ હશે. આના સિવાય શું હશે કાર્યાલયમાં? આ ચોરી થઈ છે એ ખૂબ ગંભીર બાબત છે. હું હજી કાર્યાલય પહોંચ્યો નથી પણ જે રીતે માહિતી મળી છે એ પ્રમાણે એલઇડી ટીવી મારી ચેમ્બરમાંથી ગયું છે. સાથેસાથે કેટલાંક કાગળિયાઓ પણ ગયાં છે. મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ હોવાની શક્યતા છે. આ બહુ જ ગંભીર બાબત છે. આ ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી. આ ભાજપ સરકાર ક્યાં લઈ જશે એ કોઈને ખબર નથી. તમે વિચાર કરો, કાર્યાલય અને તેમાં રહેલા ડોક્યુમેન્ટ સુરક્ષિત ન હોય તો એટલે શું થયું. તુરંત મુખ્યમંત્રીએ મિટિંગ લઈ ગંભીર બાબતમાં ચોરી થઈ રહી છે તે અંગે એક્શન લેવાં જોઈએ.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો