Gujarat

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર મોરારી બાપુનું નિવેદન

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર મોરારી બાપુનું નિવેદન

- જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે વારાણસી કોર્ટમાં સુનાવણી પૂર્ણ
- "સત્ય હંમેશા સત્ય જ રહેશે, તે બદલાશે નહીં" : "સમગ્ર મામલે હું પણ અભ્યાસ કરી રહ્યો છુ" : મોરારી બાપુ

અમદાવાદ, મંગળવાર 

   જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ વિવાદ વધુ ઘેરો બન્યો છે. હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે મસ્જિદ પરિસરની અંદર શિવલિંગ મળી આવ્યું હતું, જ્યારે મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે તે શિવલિંગ નથી પરંતુ એક ફુવારો છે. આ કેસની આજે થયેલી સુનાવણીમાં કોર્ટે કમિશનર અજય મિશ્રાને હટાવી દીધા છે. અજય  મિશ્રા મીડિયામાં માહિતી લીક કરતા હોવાથી કોર્ટે તેમની સામે કાર્યવાહી કરી હતી.  ત્યારે જ્ઞાનવાપી મસ્જિદ મામલે કથાવાચક મોરારી બાપુનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ કહ્યું છે કે સત્ય હંમેશા સત્ય જ રહેશે, તે બદલાશે નહીં.સમગ્ર મામલે 2 દિવસમાં સત્ય બહાર આવશે. ઈતિહાસમાં જે કંઈપણ થયું એનાથી તમામ વાકેફ છે. જે થયું છે એ ઇતિહાસ કોઈ બદલી ન શકે, સમગ્ર મામલે હું પણ અભ્યાસ કરી રહ્યો છુ.જ્યાં જ્યાં પણ આવું થયું ત્યાંથી સત્ય બહાર આવશે. સમગ્ર મામલો કોર્ટમાં છે અને સત્ય બહાર આવશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે અજય મિશ્રાના સહાયક આરપી સિંહ મીડિયામાં માહિતી લીક કરી રહ્યા હતા. આ ઉપરાંત મુસ્લિમ પક્ષે અજય મિશ્રાને પણ હટાવવાની માગણી કરી હતી. સાથે જ અજય પ્રતાપ સિંહ અને વિશાલ સિંહ સર્વે ટીમનો ભાગ રહેશે.વારાણસી કોર્ટે આ કેસમાં બે દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. 

 

   જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરનારા વકીલ વિષ્ણુ જૈનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મસ્જિદમાં સર્વે કરવા સમયે વજુખાનામાં દિવાલ જેવી વસ્તુ જોવા મળી હતી. જેથી વજુખાનાનું પાણી ઓછું કરવા આગ્રહ કરવામાં આવ્યો હતો. આ વજુખાનામાંથી અઢીથી 3 ફૂટ લાંબુ શિવલિંગ મળ્યું છે. જેથી કોર્ટે વજુખાનું સીલ કર્યું છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર મોરારી બાપુનું નિવેદન