Business

શેરબજારમાં છ દિવસના ઘટાડા પર બ્રેક, સેન્સેક્સમાં 180 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી પણ તેજી સાથે બંધ

શેરબજારમાં છ દિવસના ઘટાડા પર બ્રેક, સેન્સેક્સમાં 180 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી પણ તેજી સાથે બંધ

- 30 શેરો ધરાવતો સેન્સેક્સ ઇન્ડેક્સ 180 પોઇન્ટના વધારા સાથે 52,973 પર બંધ થયો

- નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 81 પોઇન્ટના ઉછાળા સાથે 15,863 પર બંધ થયો

નવી દિલ્હી, સોમવાર

   સોમવારે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે આખરે શેરબજારમાં છ દિવસના ઘટાડા પર બ્રેક લાગી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ઈન્ડેક્સ 180 પોઈન્ટના વધારા સાથે 52,973 પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 81 પોઈન્ટના વધારા સાથે 15,863 પર બંધ થયો હતો.

   અગાઉ શેરબજારની શરૂઆત સકારાત્મક રહી હતી. BSE સેન્સેક્સ 78.13 પોઈન્ટ અથવા 0.15 ટકા વધીને 52,872 પર ખૂલ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી 14 પોઈન્ટ અથવા 0.09 ટકા નજીવો વધીને 15,796ના સ્તરે ખુલ્યો હતો. શુક્રવારે, ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે, BSE સેન્સેક્સ 137 પોઈન્ટ ઘટીને 52,794 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી ઈન્ડેક્સ 26 પોઈન્ટ ઘટીને 15,782 પર બંધ થયો હતો. સોમવારે નિફ્ટીના ટોપ ગેઇનર્સ Eicher Motors, JSW Steel, Maruti, Titan અને Tata Stell  હતા. તે જ સમયે, નિફ્ટીના ટોપ લૂઝર્સમાં Ultratech Cement, Shree Cement, Tech Mahindra, NTPC અને Dr Reddy  હતા. અમેરિકન માર્કેટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. ટ્વિટર ડીલ હોલ્ડ કરવાની એલન મસ્કની જાહેરાત બાદ ટ્વિટરના શેરમાં 9 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. તો બીજી તરફ ટેસ્લાના શેરમાં 5.7 ટકાનો ઉછાળો નોંધાયો હતો. યુરોપિયન બજારોમાં પણ 2 થી 2.5 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો