District

રાજપીપલાની નવદુર્ગા હાઇસ્કુલનો 77માં સ્થાપના દિવસ ઉજવાયો

- 77મા સ્થાપના દિવસે 77યુનિટ રક્તદાન સાથે ગાયત્રી યજ્ઞનું આયોજન 

દીપક જગતાપ, રાજપીપલા, શનિવાર 

   એજ્યુકેશન ટ્રસ્ટ, રાજપીપલા સંચાલિત શ્રી નવદુર્ગા પરિસર સ્થાપના ના 77 મા વર્ષમા પ્રવેશ કરતા સંસ્થાનો સ્થાપના દિવસ ઉજવાયો હતો આ પ્રસંગે નવદુર્ગા હાઈસ્કૂલ ખાતે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી જેમાં શાળાના આચાર્યા રીનાબેન પંડ્યા સહીત અનેક લોકોએ રક્તદાન પણ કર્યું હતું. આ પ્રસંગે શાળામાં ‘ગાયત્રી યજ્ઞ ‘ નું આયોજન પણ કરાયું હતું.

   રક્તદાન શિબિરમાં શાળાના આચાર્ય રીનાબેન પંડ્યાએ રક્તદાન કરી શરૂઆત કર્યા બાદ શિક્ષકો, ટ્રસ્ટીઓ અને શહેરના યુવાનો યુવતીઓ મોટી સંખ્યામાં જોડાઈને રક્ત દાન કર્યું હતું.77મા સ્થાપના દિવસે 77યુનિટ રક્તદાનનું આયોજન કર્યું હતું. આ બાબતે કેમ્પસ ડાયરેક્ટર નિમેશ પંડ્યા એ જણાવ્યું હતું કે આ શાળાની સ્થાપના જ આવિસ્તારમાં શિક્ષણની જ્યોત ફેલાવવા માટે થઈ હતી. મેં 50થી વધુ વાર રક્તદાન કર્યુંહોવાનું જણાવ્યું હતું છે. સેવાના હેતુથીચાલતી આ સંસ્થા ધ્વારાસામાજિક ઋણ અદા કરવાના હેતુથી આ રક્તદાન શિબિર નું આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું. આઝાદી પહેલાની રાજપીપલાની અનુદાનિત શાળા નવદુર્ગા હાઈસ્કૂલના આધ્યસ્થાપક સ્વ.બાબુભાઈ રામચંદ્ર ભટ્ટ અને તેમના ઉત્તરાધિકારી સ્વ. જીતેન્દ્ર ભટ્ટની શૈક્ષણિક અને સેવાકીય કામગીરીને બિરદાવી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

રાજપીપલાની નવદુર્ગા હાઇસ્કુલનો 77માં સ્થાપના દિવસ ઉજવાયો