District

હાઇકોર્ટે ઓરેવા કંપનીના ડિરેક્ટર સામે કન્ટેમ્પ્ટ દાખલ કેમ ના કરવી તે અંગે નોટિસ પાઠવી

હાઇકોર્ટે ઓરેવા કંપનીના ડિરેક્ટર સામે કન્ટેમ્પ્ટ દાખલ કેમ ના કરવી તે અંગે નોટિસ પાઠવી

- બે વખત આદેશ છતાં એફિડેવિટ ફાઇલ ન કરી

અમદાવાદ, શુક્રવાર 

  મોરબી બ્રિજ દુર્ઘટનામાં 135 લોકોનું મૃત્યુ થયું હતું. જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન ઉપર સુનાવણી ચાલી રહી છે. કોર્ટે મોરબી જિલ્લા કલેકટર અને કંપનીને સાથે બેસીને પીડિતોને કેવી રીતે મદદ કરી શકાય તે અંગે જવાબ આપવા આદેશ કર્યો હતો. જેના અનુસંધાને આજે પીડિતોને કંપની તરફથી વળતર અંગેના પ્રસ્તાવ અને મોરબી જિલ્લા કલેક્ટરના સૂચનો ઉપર ચર્ચા થઈ હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  સુનાવણીની શરૂઆતમાં જ કંપની તરફે રજૂઆત કરાઈ હતી કે, કલેકટરે કંપનીને કશું જણાવ્યું નથી. જેથી કલેક્ટરના એફિડેવિટનો જવાબ આપવા સોમવાર સુધીનો સમય અપાય. જેની સામે કોર્ટે જણાવ્યું હતું કે, તમે પહેલાં ડિરેક્ટર જેલમાં હતા એટલે કશું નહોતા કરી શકતા તેમ કહ્યું હતું. હવે શું છે? આ કોર્ટ દ્વારા લેવાયેલી સુઓમોટો અરજી છે. જેમાં કંપનીને કોર્ટ સાંભળવા બંધાયેલી નથી. ફકત કોર્ટના નિર્દેશનું કંપનીએ પાલન કરવાનું છે. કોર્ટે પીડિતોને ચૂકવવાના થતાં વળતર સાથે બાંધછોડ કરવાનો ઈનકાર કરી દીધો હતો. સાથે જ કંપની કોર્ટને ટાળી રહી હોવાની પણ ટકોર કરી હતી.

  કોર્ટે કહ્યું હતું કે, તેને SITના રિપોર્ટનો અભ્યાસ કર્યો છે. જે રીપોર્ટ મુજબ આ દુર્ઘટના પાછળ કંપનીની બેદરકારી જ જવાબદાર છે. ઝૂલતા બ્રિજમાં લાકડાની જગ્યાએ એલ્યુમિનિયમ લગાવવામાં આવ્યું હતું. આ બ્રિજ બનાવવા માટે કોઈ એક્સપર્ટની મદદ નહોતી લેવાઈ. કંપની દિવ્યાંગ અને અનાથ બાળકોને વળતર આપવા નથી માંગતી! કોર્ટે કંપનીને પૂછ્યું હતું કે, કંપનીને પીડિત લોકોને સહાય કરવા ટ્રસ્ટ બનાવવા કહ્યું હતું તેનું શું કર્યું? કોર્ટે કંપનીને પીડિત પરિવારોના પુનઃ વસન અંગે કંપની શું કાર્ય કરશે તેનો જવાબ આપવા 3 મહિના પહેલા કહ્યું હતું તેનું શું કર્યું? સરકારની એફિડેવિટની રાહ જોઈને તેઓ કોર્ટને ટાળી રહ્યા છે. શા માટે ત્રણ મહિના સુધી કંપનીએ કોઈ એફિડેવિટ ફાઈલ કરી નથી?કોર્ટે હુકમ કર્યો હતો કે, કંપની કોર્ટના પ્રશ્નોના જવાબ આપી શકી નથી.

  કોર્ટના હુકમ મુજબ પીડિતોના પુનઃ વસન માટે કંપનીએ અગાઉ તમામ સપોર્ટ કરવા તત્પરતા બતાવી હતી, આમ છતાં પૂરતો સમય આપવા પછી ઓન કંપની તેનો જવાબ આપી શકી નથી. કોર્ટના બે આદેશ છતાં કંપનીએ કોઈ કામ કર્યું નથી. કોર્ટે કંપનીને અનાથ, વૃદ્ધ, વિધવા અને ઘાયલ લોકોને સપોર્ટ કરવા કહ્યું હતું. પરંતુ કંપની તરફથી કોર્ટના હુકમનું પાલન કરાયું નથી. આથી કંપનીના ડિરેકટરો સામે કન્ટેમ્પ કેમ ના કરવી તે અંગે કોર્ટે કંપનીને નોટિસ પાઠવી છે. તો પીડિત પરિવારો વતી એડવોકેટ ઉત્કર્ષ દવેએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અગાઉ કંપનીએ વચગાળાના વળતર પેટે ચૂકવણી કરી હતી.

  પરંતુ કંપનીએ દરેક મૃતક પૈકી 2 કરોડ લેખે 135 મૃતકોના 270 કરોડ વળતર ચુકવવું જોઈએ.કોર્ટે ઓરેવા કંપનીને એફિડેવિટ ફાઈલ કરવા આદેશ કર્યો છે, જેની કોર્ટ ચકાસણી કરશે. અસરગ્રસ્તોની વિગતો એક બીજાને સાંકળતી હોવી જોઈએ. જેમાં બાળકોને શિક્ષણ, વિધવાઓ માટે નોકરી અને દર મહિનાની સહાય વગેરે માહિતી હોવી જોઈએ. વિધવા સંયુક્ત કુટુંબમાં રહેતી હોય તો પણ તેને મદદ કરવાની રહેશે. કોર્ટ આગળ પણ બીજા પીડિતોને મદદ કરવા આ જ પ્રમાણે હુકમ કરશે. ઓરેવાએ મોરબીને એડોપ્ટ કરવું જોઈએ, તેની કાયા પલટ કરવી જોઈએ. કંપનીએ ત્યાંથી જ પૈસા કમાયા છે. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે ઓરેવા ઘડિયાળ કંપનીમાં 03 હજાર મહિલાઓ કામ કરે છે. કોર્ટે ઓરેવાને પબ્લિક વેલફેર ઓફિસર રાખવા પણ જણાવ્યું હતું. હવે આ મુદ્દે કોર્ટમાં વધુ સુનાવણી 26 એપ્રિલે હાથ ધરાશે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

હાઇકોર્ટે ઓરેવા કંપનીના ડિરેક્ટર સામે કન્ટેમ્પ્ટ દાખલ કેમ ના કરવી તે અંગે નોટિસ પાઠવી